અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની શારિરીક છેડતી કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.
ભાજપની મહિલા નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હતો અને તેણે દારૂના નશામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કેર્યા હતા.
આ મુદ્દે ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકોને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે. આ પૈકી ઈસુદાન ગઢવી સામે દારૂ પીધો હોવાની ફરિયાદ થતાં તેમના બ્લડ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રીપોર્ટ એક બે દિવસમાં આવશે તેના આધારે ઈસુદાન ગઢવી સામે પ્રોહિબિશન એક્ટની કલમ લગાવવી કે નહીં એ નક્કી થશે.
પોલીસે આ કેસમાં તમામ સામે રાયોટિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈ કાલે રાત્રે મહિલા કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કર્યા હતા.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત