મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ફેન્સ લાંબા સમયથી તેના કમબેકની રાહ જોઇ રહ્યાં હતા, ગુરુવારે એક્ટ્રેસે ફેન્સને ટ્વીટ કરીને પોતાના નવા પ્રૉજેક્ટનુ એલાન કર્યુ. અનુષ્કા શર્મા મૂવી ચકદા એક્સ્પ્રેસમાં પૂર્વ ભારતીય કેપ્ટન ઝૂલન ગોસ્વામીનો રૉલ પ્લે કરતી દેખાશે. ફિલ્મની પહેલી ઝલક શેર કરવામાં આવી છે. જેમાં અનુષ્કા શર્મા મેદાનમાં બેટ પકડીને દેખાઇ. ચકડા એક્સપ્રેસમાં અનુષ્કા ક્રિકેટરનો રૉલમાં જોઇને ફેન્સ ખુશ થયા પરંતુ ટ્રૉલર્સ પણ એક્ટિવ થઇ ગયા હતા. 

ટ્રૉલર્સનુ કહેવુ છે કે, અનુષ્કા શર્માનો લૂક ઝૂલન ગોસ્વામી જેવો જરાય નથી લાગતો. હાઇટ, સ્કીન કલર, બંગાળી એક્સેન્ટથી લઇને લૂક્સ સુધી, કંઇપણ ઝૂલન ગોસ્વામી સાથે મેચ થઇ રહ્યું નથી. એક નહીં કેટલાય લોકોનુ માનવુ છે કે અનુષ્કા શર્મા પૂર્વ ક્રિકેટર ઝૂલન ગોસ્વામી જેવી નથી દેખાઇ રહી. ટ્રૉલર્સે આવુ કહી કહીને અનુષ્કાને જબરદસ્ત રીતે સોશ્યલ મીડિયા પર ટ્રૉલિંગ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. 

ક્રિકેટરો અને એક્ટરો વચ્ચે વર્ષો જુનો સંબંધ છે, ક્રિકેટ અને બૉલીવુડ હંમેશા એકસાથે રહે છે. બૉલીવુડમાં અત્યારે ક્રિકેટર કપિલ શર્મા પર બનેલી વર્લ્ડકપ 1983ને લઇને ફિલ્મ 83 ખુબ ચર્ચામાં છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને મિતાલી રાજ જેવા સ્ટાર ક્રિકેટરોની બાયૉપિક બની ચૂકી છે. એટલુ જ નહીં સચિન તેંડુલકર પર એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી હતી. હવે બૉલીવુડમાં વધુ એક ક્રિકેટરની બાયૉપિક એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ ભારતની સ્ટાર ફાસ્ટ બૉલર ઝૂલન ગોસ્વામી પર બની રહી છે.  

અનુષ્કા દેખાશે લીડ રૉલમાં-ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર ફિલ્મ બની રહી છે, અને ફિલ્મ માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને પસંદ કરવામાં છે. એટલે કે અનુષ્કા ઝૂલન ગોસ્વામીની જેમ આ બાયોપિકમાં અનુષ્કા વિરોધી ખેલાડીઓના સ્ટમ્પ ઉખાડતી જોવા મળશે, અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022ના જૂન મહિનાથી શરૂ થઈ શકે છે. 

કોલકત્તામાં થશે શૂટિંગ- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્મા આ ફિલ્મનું શૂટિંગ કલકત્તામાં કરશે. આ ફિલ્મના નિર્દેશક પ્રોસિત રોય છે. અહેવાલો સામે આવ્યા છે કે, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા પણ અનુષ્કા શર્મા અને ઝૂલન ગોસ્વામી ઈડન ગાર્ડનના મેદાન પર સાથે જોવા મળ્યા હતા. આની તસવીરો પણ વાયરલ થઇ હતી, આ દરમિયાન અનુષ્કા ટીમ ઇન્ડિયાની જર્સીમાં દેખાઇ રહી હતી.

આ પણ વાંચો..... 

Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત

Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત

તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ

IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ

રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા

ભારતના આ મહાન ક્રિકેટરના ઘરમાં 4 લોકોને કોરોના, પુત્રી પણ કોરોનાનો ભોગ બની, તમામને ઘરે જ આઈસોલેટ કરાયા

Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન