નવી દિલ્હીઃ ફિલ્મ અને ટીવી જગતમાંથી વધુ એક ચોંકાવનારી અને ખરાબ ઘટના સામે આવી છે. સાઉથ અભિનેત્રી શેરિન સેલિન મેથ્યૂએ મંગળવારે આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 26 વર્ષીય એક્ટ્રેસે પોતાના મિત્ર સાથે વીડિયો કૉલિંગ કરતાં કરતાં પંખા સાથે લટકીને ફાંસી લગાવી દીધી હતી. જોકે, કથિત રીતે અભિનેત્રીએ આત્મહત્યા કરતી વખતે જે શખ્સની સાથે વીડિયો કૉલિંગ કરી રહી હતી, તે જ શખ્સે પોલીસને શેરિન સેલિન મેથ્યૂની આત્મહત્યાની જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ 26 વર્ષીય સાઉથ ઇન્ડિયન હૉટ એક્ટ્રેસ એક ટ્રાન્સવૂમેન મૉડલ હતી, લાખોની સંખ્યામાં તેના ચાહકો છે.
ટ્રાંસવુમન મોડલ અને અભિનેત્રી કેરળના અર્ણાકુ્લમ જિલ્લાના કોચ્ચી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી અત્યાંથી તે મૃત હાલતમાં મળી આવી.
સુત્રો અનુસાર, અભિનેત્રી પોતાના મિત્ર સાથે વીડિયો કૉલ પર વાત કરી રહી, અને અચાનક ઘરના પંખા સાથે લટકીને પોતાનો ગુવ ગુમાવી દીધો હતો. શેરીન સેલિન મેથ્યુના મૃત્યુ બાદ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અભિનેત્રીના નજીકના લોકોએ માહિતી આપી છે કે તે ડિપ્રેશનનો શિકાર બની, ઉલ્લેખનીય છે કે, શેરીને કેટલીક મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તે મોડલિંગની દુનિયામાં ખૂબ જ સક્રિય હતી. કોચીમાં છેલ્લા એક વર્ષમાં ટ્રાન્સજેન્ડર દ્વારા આત્મહત્યાનો આ પાંચમો કિસ્સો છે.
---
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી