તિરુવનંતપુરમઃ ટેલીવિઝન દુનિયામાં જાણીતું નામ અને સેલિબ્રિટી શેફ જગ્ગી જોનનું મોત થયું છે. કેરળની રાજધાની તિરુવનતંપુરમમાં સોમવારે સાંજે 4 કલાકે તેના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જગ્ગીનો એક મિત્ર જ્યારે તેના ઘરે ગયો ત્યારે મૃતદેહ જોઈ તેણે પોલીસને જાણ કરી.


મલયાલમ ટવી શો શેફ માસ્ટરની હોસ્ટ અને સિંગર હતી

જગ્ગીનો મૃતદેહ તેના ઘરના રસોડામાંથી મળ્યો હતો. પોલીસના કહેવા મુજબ પોસ્ટ મોર્ટમ બાદ જ મોતના કારણની ખબર પડશે. જગ્ગી જોન જાણીતા મલયાલમ ટીવી શો 'શેફ માસ્ટર'ની હોસ્ટ અને જજ હતી. આ ઉપરાંત તે સિંગર પણ હતી.

સાઉદી અરબમાં જન્મ

જગ્ગીનો જન્મ સાઉદી અરબના જેદ્દામાં થયો હતો અને અભ્યાસ ઈંગ્લેન્ડ, ભારત અને અમેરિકામાં કર્યો હતો. તે તેની માતા સાથે આ ઘરમાં જ રહેતી હતી.

સોશિયલ મીડિયા પર રહેતી હતી ઘણી એક્ટિવ

તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહેતી હતી. તેણે અંતિમ પોસ્ટ રવિવારે સવારે કરી હતી. જેમાં લખ્યું હતું, 2019માં તમે જે આંસુ વહાવ્યા હોય તે આગામી વર્ષે કોઈ વૃક્ષ માટે પાણીનું કામ કરે તેમ પણ બની શકે.

સિલેક્ટર્સ પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આ ખેલાડીને કેમ ન કરી પસંદગી ?

NPR અને NRC વચ્ચે કોઈ સંબંધ નથીઃ ગૃહમંત્રી અમિત શાહ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન