નવી દિલ્હીઃ મોદી કેબિનેટે NRC-CAA સામે દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે આજે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી હતી. કેબિનેટ બેઠકમાં વસતી ગણતરી 2021ના આયોજન અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ માટે કોઈ દસ્તાવેજ, બાયોમેટ્રિક કે અન્ય પૂરાવાની જરૂર નહીં પડે. વસતી ગણતરી 2021 માટે 8,754.23 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અપડેશન માટે 3,941.35 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. હવે એનઆરસી-સીએએ અને એનપીઆર ત્રણેય મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે તેમની પ્રતિક્રિયા આપી છે.


અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, હું આજે સ્પષ્ટ કરી રહ્યો છું કે NPR અને NRC વચ્ચે કોઈ સંબંધ નથી. સમગ્ર ભારતમાં એનઆરસી મુદ્દે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. પીએમ મોદી સાચા હતા, તેના પર હજુ સુધી કોઈ ચર્ચા કેબિનેટ કે સંસદમાં નથી થઈ.


નાગરિકતા સંશોધન કાયદો, એનપીઆરને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે. વિપક્ષ તેને લઈ અફવા ફેલાવી રહ્યું છે. કોઈ લઘુમતીએ એનપીઆરથી ડરવાની જરૂર નથી. કેરળ અને પશ્ચિમ બંગાળ NPR લાગુ કરવાની ના પાડી રહ્યા છે, જેને લઈ ગૃહમંત્રી શાહે કહ્યું, બંને રાજ્યોના મુખ્યમંત્રીને તેમના નિર્ણય મુદ્દે ફેરવિચારણા કરવા અપીલ કરું છું. તમારા રાજકારણ માટે ગરીબોને વિકાસથી વંચિત ન રાખો.


નાગરિકતા સંશોધન કાયદા સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનના સવાલ પર શાહે કહ્યું, આ વિરોધ પ્રદર્શન રાજકીય છે. જ્યાં સૌથી વધારે ઘૂસણખોરો રહે છે તેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન નથી થયા.

ડિટેંશન સેન્ટરને લઈ શાહે કહ્યું, જો કોઈ વિદેશમાંથી કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે આવી જાય તો તેને જેલમાં રાખી શકાતા નથી. તેમને ડિટેંશન સેન્ટરમાં રાખવામાં આવે છે. ડિટેંશન સેન્ટરને એનઆરસી સાથે કોઈ લેવા નથી. આસામમાં માત્ર એક ડિટેંશન સેન્ટર છે. જોકે તેને લઈ હું કન્ફર્મ નથી પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે જે પણ ડિટેંશન સેન્ટર છે તે મોદી સરકારમાં નથી બનાવવામાં આવ્યા.

CAA ને લઈ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- રાજ્યના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી કારણકે.....

 મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ

ઓસ્ટ્રેલિયાએ પણ સ્વીકારી કોહલીની ‘કેપ્ટનશિપ’, સોંપ્યું ટેસ્ટ ટીમનું સુકાન, જાણો વિગતે