મુંબઈ: સોશિયલ મીડિયા પર લતા મંગેશકરનું એક ગીત ગાઈને પોતાના અવાજથી રાતો રાત સ્ટાર બનેલી રાનુ મંડલના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં રાનુ મંડલના તેવર બદલાયેલા નજર આવી રહ્યાં છે. વાયરલ થઈ રહેલા એક વીડિયામાં રાનુ મંડલ મીડિયા સાથે વાતચીત દરમિયાન ખોરી ખોટી સંભાળવતા નજર આવી રહ્યાં છે.

આ વીડિયામાં રાનુ મંડલની મીડિયા સાતે વાતચીત કરવાની રીત પણ ખૂબજ હેરાન કરનારી છે. આ વીડિયોને લઈ રાનુ મંડલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. સાથે લોકો તેમના આ અંદાજની ટીકા પણ કરી રહ્યાં છે. આ વીડિયામાં મીડિયાકર્મી સપના સાચા થવા પર વાત કરી રહ્યાં છે, પરંતુ રાનુ તે દરમિયાન કરી રહી છે કે સંભળાતું નથી.


રાનું મંડલનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. મીડિયાકર્મીએ તેને કહી રહ્યાં છે કે સપના સાચા થઈ રહ્યાં છે, તમને વિશ્વાસ થઈ રહ્યો છે કે લોકો આટલી મોટી ઉંચાઈએ તમને જોઈ રહ્યાં છે. મીડિયાના આ સવાલ પર રાનુ મંડલે પહેલા તો થોડીવાર વિચાર્યું, બાદમાં કહ્યું કે સંભળાતું નથી.

આ પહેલા અન્ય એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે તેના એક પ્રશંસક પર ભડકી ઉઠે છે. વાસ્તવમાં, વીડિયોમાં રાનુ મંડલની ચાહક એક સેલ્ફીની માંગ કરે છે. જેના પર રાનુ ગુસ્સે થઈ જાય છે અને તેમને કહે છે કે આનો શું મતલબ છે. આ વીડિયોને લઈને પણ રાનુને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર તેના મીમ્સ પણ વાયરલ થયા હતા.


(સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)

ઉલ્લેખનીય છે કે રાનુ મંડલ લતા મંગેશકરનું એક ગીત ‘એક પ્યાર કા નગમા’ ગાઈને સોશિલ મીડિયા પર સ્ટાર બની હતી. તેના અવાજથી પ્રભાવિત થઈને બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં ગીત ગાવાની ઓફર આપી હતી. ખાસ વાત એ છે કે, હિમેશે રાનુને ત્રણ ત્રણ ગીત ગવડાવ્યા હતા.

રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામના પાત્રથી લોકપ્રિય થયેલા અરૂણ ગોવિલે SCના ચુકાદાને આવકાર્યો, જાણો શું કહ્યું ?

સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત