મુંબઇઃ ઋત્વિક રોશન અને સબા આઝાદના સંબંધોને લઇને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ કરી રહ્યાં હતા, હવે આ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટને લઇને બન્ને સંબંધોને વધુ હવા મળી રહી છે, ખરેખરમાં, ઋત્વિક રોશને સબા આઝાદની એક પૉસ્ટ પર કૉમેન્ટ કરી તો સબાએ પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. આ કૉમેન્ટને જોઇને લોકો બન્નેના સંબંધોને ઓફિશિયલ માની રહ્યાં છે. આ કૉમેન્ટને જોઇને લોકો જુદીજુદી રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.
સબા આઝાદે પોતાના ઇન્ટરનેશનલ પ્રૉજેક્ટનુ એનાઉન્સમેન્ટ કરતા ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી હતી, આના પર ઋત્વિક રોશને તેની પ્રસંશા કરી, ઋત્વિકના કૉમેન્ટના જબામાં સબાએ જ લખ્યુ તેને બધાનુ ધ્યાન ખેંચ્યુ. ઉલ્લેખનીય છે કે સુઝૈન ખાને પણ સબાની પૉસ્ટને લાઇક કરી છે.
સબાએ એક પૉસ્ટ કરી જેમાં ઇન્ડિયન ડ્રામા મિનિમમ વિશે એનાઉન્સમેન્ટ કર્યુ હતુ. સબાએ બતાવ્યુ કે ફિલ્મનુ શૂટિંગ જૂન 2022માં શરૂ થશે. સબાની આ પૉસ્ટ પર ઋત્વિક રોશને લખ્યુ - હેહે તુમ તે ઇસમે કમાલ કર દોગી, Oui? Oui (હાં? હાં)
આના પર સબાએ જવાબ આપ્યો છે, હૈહૈ ફિંગર્સ ક્રૉસ્ડ mon amour (માય લવ) લોકોએ સબાના mon amourને ટ્રાન્સલેટ કરી દીધુ છે, અને તેના પ્રેમનો ઇજાહાર માની રહ્યાં છે. આ પછી તેની પૉસ્ટ પર હજારોની સંખ્યામાં કૉમેન્ટ આવવા લાગી હતી. એક ફેને લખ્યું- તમે બન્ને સૌથી ક્યૂટ છો, બીજા એક ફેને લખ્યુ - mon amourનો અર્થ ખબર પડી ગઇ છે, માય લવ, માય ડાર્લિંગ. વળી, બીજાએ લખ્યુ- જલદી લગ્ન કરી લો, પ્લીઝ.
ઋત્વિકની 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ -
બોલીવૂડનો અભિનેતા અને 2014માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારા ઋત્વિક રોશનનું પોતાનાથી 16 વર્ષ નાની યુવતી સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. ઋત્વિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર આ યુવતી સાથે જોવા મળ્યો હતો.
આ મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ સબા આઝાદ છે, અને તે દિલ્હીની છે, સબા આઝાદ એક યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે. 2013માં સબા અને ઈમાદ લિવ-ઈન રીલેશનમાં રહેતાં હતાં. 2008માં સબાએ રાહુલ બોઝ સાથે દિલ કબડ્ડી ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કર્યું હતું. સબા આઝાદ દિલ્હીમાં જેમની હત્યા થઈ હતી એ જાણીતા નાટ્યકાર સફદર હાશ્મીની ભત્રીજી છે. સબા 32 વર્ષની છે જ્યારે ઋત્વિક 48 વર્ષનો છે. એટલે કે ઋત્વિક હાલ પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો છે.
ઋત્વિક 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે 'કહોના પ્યાર હૈ' ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. ડિવોર્સ પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે.
--
આ પણ વાંચો.........
રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો
આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો