નવી દિલ્હીઃ ટીવીની દુનિયામાં પોતાનો દબદબો કાયમ કરી ચૂકેલી ટીવી સીરીયલ ‘અનુપમા’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ્સ હતા કે શૉમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. હવે રિપોર્ટ છે કે શૉનુ સ્ટાર કેરેક્ટર હીરો અનુજ કપાડિયા નહીં જોવા મળે. ખાસ વાત છે કે હાલમાં શૉમાં અનુજ અને અનુપમાની પ્રેમ કહાનીનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે, જોકે, આજકાલ શૉમાંથી અનુજ ગાયબ છે. તો શું સીરિયલમાંથી અનુજનો રોલ નિભાવનાર ગૌરવ ખન્નાની છુટ્ટી થઇ ગઇ છે ? લેટેસ્ટ એપિસોડમાં ગૌરવ ખન્ના એકપણ વાર નથી દેખાયો. જેના કારણે ફેન્સ અનેક પ્રકારના ક્યાસ લગાવી રહ્યાં છે.
ટીવીના દર્શકોને લાગી રહ્યુ છે કે હવે સીરિયલમાંથી ગૌરવ ખન્નાની છુટ્ટી કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે ટ્વિટર પર ફેન્સે પણ ‘#WeMissYouAnujKapadia’ ટ્રેન્ડ શરૂ કર્યો છે.
ફેન્સના ગૌરવ ખન્ના માટે આવા રિએક્શન જોયા પછી, રૂપાલી ગાંગુલીએ પણ પોતાનું રિએક્શન શેર કર્યુ છે. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગૌરવ ખન્નાનો ફોટો શેર કરતા રૂપાલી ગાંગુલીએ લખ્યું, ‘કારણ કે દરેક તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે.’ તે જ સમયે, ખાસ વાત એ છે કે આ મામલે રિએક્શન આપતાં ગૌરવ ખન્નાએ પોતે એક વાત કહી છે.
તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રૂપાલી ગાંગુલીની સ્ટોરી શેર કરતા ગૌરવ ખન્નાએ લખ્યું, ‘તમે મને પહેલા કેમ ન કહ્યું… હું પણ દરેકને ખૂબ મિસ કરી રહ્યો છું.’ આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનું રિએક્શન જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ બંને કલાકારો શો છોડીને ક્યાંય જઈ રહ્યા નથી.
આ પણ વાંચો.........
ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે
હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી
Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ
Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો