મુંબઇઃ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. દેવોલીનાએ પોતાના મિસ્ટ્રી મેનનો ખુલાસો કરી દીધો છે. તે ટીવી એક્ટર વિશાલ સિંહને ડેટ કરી રહી હતી. વિશાલ સાથેના સંબંધોને ઓફિશિયલ કરતા દેવોલિનાએ સગાઇની તસવીરો શેર કરી હતી.


દેવોલિના અને વિશાલે ઇન્સ્ટાગ્રામ પર સગાઇની તસવીર શેર કરી હતી જેમાં દેવોલિના પોતાની રિંગ બતાવી રહી છે. કપલે કેપ્શનમાં લખ્યું કે ઇટ્સ ઓફિશિયલ. આ સાથે કપલે રિંગ અને હાર્ટ ઇમોજી બનાવ્યું છે. એક તસવીરમાં વિશાલ સિંહ દેવોલિનાને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.






દેવોલિનાએ વિશાલ સિંહની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે- ફાઇનલી, આઇ લવ યૂ વિશુ. નોંધનીય છે કે દેવોલિના અને વિશાલે સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ ઓનસ્ક્રીન પર દિયર અને ભાભીનો રોલ પ્લે કર્યો હતો. બિગ બોસ 15માં દેવોલિનાને સપોર્ટ કરવા માટે વિશાલ સિંહ આવ્યો હતો. ત્યારે એક્ટ્રેસે વિશાલને પોતાનો સારો મિત્ર ગણાવ્યો હતો.


 


Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ


ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત


Tulsi Farming: તુલસીની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ


Vacancy: Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર