મુંબઇઃ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ 'અનુપમા'ને લઇને મીડિયા અને સોશ્યલ મીડિયા પર જુદીજુદી વાતો સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સમાચારો હતા કે 'અનુપમા' બહુ જલદી બંધ થવા જઇ રહી છે, પરંતુ હવે આ મામલે ખુદ શૉના મેકર્સે મોટો ખુલાસો કર્યો છે. 


ખરેખરમાં, હાલમાં 'અનુપમા' સીરિયલમાં અનુજ અને અનુપમાના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે, દર્શકોને આ ખુબ પસંદ આવી રહ્યું છે. પરંતુ વનરાજનો ગુસ્સો વધુ છે, અનુજ અને અનુપમાના લગ્નને કોઈ પણ માથાકૂટ વગર એન્જોય કરવા માંગે છે, પરંતુ વનરાજનું અધિપત્ય જોઈને અકળાયા છે. આ કારણે સોશિયલ મીડિયા પર #StopRuiningAnupama હેશટેગ પણ વાયરલ થયો અને શોના મેકર્સને દર્શકો સંદેશો આપવા લાગ્યા કે આ રીતે વનરાજના ગુસ્સા પર ફોકસ કરીને મેકર્સ શો બરબાદ કરી રહ્યા છે. 


હવે આ મામલે શોના મેકર્સનું પણ રિએક્શન આવી ગયું છે. બોલીવુડ લાઈફ પોર્ટલના એક અહેવાલમાં સુત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મેકર્સ તેનાથી દુ:ખી નથી પરંતુ ખુશ છે કારણ કે આ બધુ એક યોજના હેઠળ કરવામાં આવ્યું હતું. કારણ કે મેકર્સ આ પ્રકારના ટ્રેક દ્વારા એવું દેખાડવા માંગતા હતા કે મધ્યમવર્ગના લગ્નમાં બધુ પરફેક્ટ શક્ય હોતું નથી. જે રીતે અન્ય ટીવી સિરીયલોમાં બધુ ભવ્યથી અતિભવ્ય દેખાડવામાં આવે છે તે હકીકતથી ઘણું દૂર હોય છે. 


ખાસ વાત છે કે, હાલમાં સીરિયલમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ જ્યાં અનુપમા અને અનુજના લગ્નનો ટ્રેક  ચાલી રહ્યો છે ત્યાં બીજી બાજુ બાપુજીની તબિયત ખરાબ જોવા મળી રહી છે. વનરાજ પણ બાળકોને અનુજની નજીક જતા જોઈને બળીને ખાખ થઈ ગયેલો બતાવ્યો છે. તો બીજી બાજુ હંમેશા કાવાદાવા કરતી કાવ્યા એકદમ પોઝિટિવ જોવા મળી રહી છે. 


આ પણ વાંચો......... 


રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે


KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો


આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન


ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો


Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!