નવી દિલ્હીઃ ટીવીના જાણીતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનાદકડના અફેરની ચર્ચા વચ્ચે બંન્નેની એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો તેમની અફેરની ચર્ચાને લઇને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.


હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરમાં બબીતાએ ટપુનો હાથ પકડ્યો છે અને બંન્ને ખુશખુશાલ લાગી રહ્યા છે. બબીતાએ ઓરેન્જ અને ક્રિમ કલરનો ફ્લોરલ પ્રિન્ટ ટોપ પહેર્યું છે તો ટપુ સફેદ અને ગ્રે કલરની હુડીમાં સ્માર્ટ લાગી રહ્યો છે. લોકો તેમની તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છો તો કેટલાક ટ્રોલર્સ બંન્નેને ટ્રોલ કરી રહ્યા છે.


 






જોકે આ પાછળનું સત્ય અલગ જ છે. વાયરલ થઇ રહેલી ટપુ અને બબીતાની તસવીરને ક્રોપ કરવામાં આવી છે. ઓરિજનલ તસવીર  2019ની છે.  બબીતા અને ટપુ સેનાના સિંગાપોર ટ્રિપની છે. બબીતાએ જ પોતાના ટ્વિટર હેન્ડલ પર સિંગાપોર ટ્રિપની તસવીરો શેર કરી છે જેમાં બબીતા ટપુ, ગોલી, અને એશાંક મોદી સાથે જોવા મળી રહી છે.


નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મુનમુન તથા રાજે સોશિયલ મીડિયા પર તેમના અફેરની વાતને નકારી કાઢી હતી અને ટ્રોલર્સની ઝાટકણી કાઢી હતી.


Gold Price Today: સોનાના ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો, જાણો શું છે આજના ભાવ


અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈ વધુ એક પેકેજ થઈ શકે છે જાહેર, જાણો કૃષિ મંત્રીએ શું કરી મોટી જાહેરાત?


જીતના જશ્નમાં ને જશ્નમાં પાકિસ્તાનનો કયો ખેલાડી વિરાટ કોહલીને ગળે વળગી પડ્યો, ને પછી કોહલીએ શું કર્યુ.......... વીડિયો