સફેદ બરફની ચાદર પર ગરમ કપડામાં લપેટાયેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નજરે પડી રહ્યા છે. આ કપલ સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળી રહ્યું છે. સ્તાદ શહેરની આ તસવીર હાલ વાયરલ થઇ છે. બિઝી શેડ્યૂલ હોવા છતાં બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ ગાળવાનું નથી ચુકતા. ગત વખતે બંને ભૂટાન ટ્રિપ પર ગયા હતા.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ અનુષ્કાની ફિલ્મોમાં તેની ફેવરિટ ફિલ્મને લઈ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, કરણ જોહર નિર્દેશિત ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ જોવાનું પસંદ છે. જેમાં અનુષ્કાનું કેરેક્ટર હંમેશા તેનું ફેવરિટ રહેશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરિઝ દરમિયાન ત્રીજી અને અંતિમ વન ડેમાં કોહલીએ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોહલી ભારતને જીત સુધી લઈ આવ્યો હતો. હાલ અનુષ્કા શર્મા ફિલ્મોથી દૂર છે. છેલ્લે તે શાહરૂખ ખાનની સાથે ફિલમ ઝીરોમાં જોવા મળી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર