નવી દિલ્લીઃ નોટબંદી બાદ દેશભરમાં એટીએમ અને બેન્ક બહાર જૂની નોટ એક્સચેન્જ કરવા અને જમા કરાવવા માટે લોકોની લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. લોકોની પરેશાનીને જોતા સરકારે જાહેરાત કરી હતી કે જૂની 500 અને 1000ની નોટો કેટલાક અગત્યના સ્થળો પર 24 નવેમ્બર સુધી ચલણમાં રહેશે.
કેન્દ્ર સરકારે એક દિવસમાં 10,000 રૂપિયા કાઢવાની મર્યાદા બાંધી હતી. આ મર્યાદા હટાવી દેવાઈ છે. આ ઉપરાંત એક સપ્તાહમાં નાણાં ઉપાડવા પર 20,000 રૂપિયા હતી તે વધારીને 24,000 કરી દીધી છે. તેનો મતલબ કે હવે એક જ દિવસમાં 24,000 રૂપિયા કાઢી શકાશે.
નાણા મંત્રાલયે કહ્યું કે, હવે એક દિવસમાં 2000ની જગ્યાએ 2500 રૂપિયા એટીએમમાંથી કાઢી શકાશે. એટલુ જ નહીં હવે એક્સચેન્જ કરવાની 4000 રૂપિયાની મર્યાદાને વધારીને 4500 કરી દેવામાં આવી છે.
જૂની નોટ્સ પર પ્રતિબંધ બાદ ગઇ કાલે રાત્રે વડાપ્રધાન મોદીએ સરકારના વરીષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં નાણા મંત્રાલય અને રિઝર્વ બેન્કના મોટા મોટા અધિકારીઓ સામેલ હતા. આ બેઠકમાં પૈસા ઉપાડવાની મર્યા વધારવા પર નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે 24 નવેમ્બરના રાતના 12 વાગ્યા સુધી હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રેલવે, એરલાઇન્સ, પેટ્રોલ પંપ, મેટ્રો, એએસઆઇ સ્મારકમાં જૂની નોટ્સ ચાલશે. તે સિવાય પાણી અને વિજળીના બિલ ભરવામાં, ડેરી પ્રોડક્ટ્સ ખરીદવામાં અને સ્મશાનમાં જૂની 500 અને 1000ની નોટ લેવામાં આવશે. એટલું જ નહીં દેશના તમામ નેશનલ માર્ગો પર 24 નવેમ્બર સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Weather Forecast: આ વખતે ઠંડી ઓછી પડશે, કોલ્ડવેવના દિવસો ઓછા રહેશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
3500KM રેન્જ, સમુદ્રથી થશે દુશ્મનો ખાત્મો, ભારતની K-4 બેલેસ્ટિક મિસાઇલથી પાકિસ્તાનમાં ટેન્શનમાં
જો પોલીસ FIR નોંધતી નથી, તો તમે કઈ કોર્ટમાં જઈ શકો છો? જાણો જવાબ
Delhi Liquor: શું છે દિલ્હીમાં દારૂ ખરીદવાની યોગ્ય ઉંમર, જાણી લો જવાબ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા