શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

વાવાઝોડા સાથે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે; ખેડૂતો અને માછીમારોને સાવચેત રહેવા તાકીદ, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો. જાણો તમારા વિસ્તારનો હાલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે 16 ઓગસ્ટે 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું.
  • ભારે પવન, વીજળી, ભૂસ્ખલન અને કરાની ચેતવણી અપાઈ છે.
  • ખેડૂતો, મુસાફરોને સાવચેતી રાખી બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચન.
  • ઉત્તર-પશ્ચિમ યુપી અને બંગાળમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.

India weather forecast August 16: દેશભરમાં હાલ વરસાદનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ (IMD) એ એક નવું અને અત્યંત મહત્વનું એલર્ટ જાહેર કર્યું છે. જો તમે આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટના રોજ ક્યાંય બહાર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર અચૂક વાંચી લેજો. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 12 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે!

ખેડૂતો અને મુસાફરો માટે ખાસ ચેતવણી

તોફાની પવનો અને વીજળીના કડાકા-ભડાકાને કારણે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (Landslide) થવાની પૂરેપૂરી શક્યતા છે. આથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની કડક સલાહ આપવામાં આવી છે. ગાઢ જંગલવાળા વિસ્તારોમાં મોટા વૃક્ષો ધરાશાયી થઈને રસ્તા પર પડી શકે છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી છે. પૂર્વ ભારતમાં વીજળી પડવાનો ખતરો હોવાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે. ખેડૂતો અને માછીમારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા જણાવાયું છે.

ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની ઉપર 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય છે, જ્યારે પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન પૂર્વ ભારતમાં મોટું નુકસાન કરી શકે છે.

ચાલો વિગતવાર જાણીએ કે 16 ઓગસ્ટના રોજ કયા રાજ્ય અને જિલ્લામાં હવામાન કેવું રહેશે:

દિલ્હી (વરસાદ અને તોફાનની ચેતવણી)

આવતીકાલે દિલ્હીમાં કાળા ડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. પવન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

તાપમાન: મહત્તમ 34 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઉત્તર પ્રદેશ (વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ)

યુપીના મેરઠ, મુઝફ્ફરનગર, ગૌતમ બુદ્ધ નગર, અલીગઢ, મથુરા, આગ્રા, કાનપુર, બિજનૌર, સહારનપુર, શામલી, બદાઉન, શાહજહાંપુર, ઈટાવા, ફર્રુખાબાદ, ફિરોઝાબાદ, અયોધ્યા, બસ્તી, બુલંદશહર, ગાઝીપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને દેવરિયામાં ભારે વરસાદની આગાહી છે. અહીં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (લખનૌ): મહત્તમ 31 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

બિહાર (ભારે પવન સાથે વરસાદ)

પશ્ચિમ ચંપારણ, સિવાન, ગોપાલગંજ, સારણ, પૂર્વ ચંપારણ, પટના, ગયા, ભોજપુર, બક્સર, વૈશાલી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, કિશનગંજ, અરરિયા, ખાગરિયા અને બેગુસરાયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. પવનની ગતિ 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

તાપમાન (પટના): મહત્તમ 34 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઝારખંડ (16 અને 17 ઓગસ્ટ માટે એલર્ટ)

બોકારો, જમશેદપુર, દુમકા, હજારીબાગ, ધનબાદ, પલામુ, રામગઢ, ખુંટી, રાંચી, સિમડેગા અને દેવઘરમાં ભારે વરસાદની ચેતવણી છે. આ વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (રાંચી): મહત્તમ 30 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઉત્તરાખંડ (પહાડી વિસ્તારોમાં તોફાન)

નૈનીતાલ, ઋષિકેશ, બાગેશ્વર, હરિદ્વાર, અલ્મોડા, ચમોલી, પિથોરાગઢ, પૌરી ગઢવાલ અને રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (દેહરાદૂન): મહત્તમ 28 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ.

આ પણ વાંચોઃ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

હિમાચલ પ્રદેશ (વરસાદ અને ભારે પવન)

કુલ્લુ, સિરમૌર, કાંગડા, હમીરપુર, ઉના, બિલાસપુર અને સોલનમાં વરસાદ અને તોફાનની ચેતવણી છે. પવનની ગતિ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

તાપમાન (મનાલી): મહત્તમ 17 ડિગ્રી અને લઘુત્તમ 11 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે.

જમ્મુ અને કાશ્મીર (ભારે વરસાદનું એલર્ટ)

કિશ્તવાડ, મીરપુર, જમ્મુ, પૂંચ, કુપવાડા, રિયાસી, રામબન, ઉધમપુર, બાંદીપોરા, ગાંદરબલ અને શોપિયામાં ભારે વરસાદ ખાબકી શકે છે. અહીં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે.

તાપમાન (શ્રીનગર): મહત્તમ 31 ડિગ્રી અને લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ.

પશ્ચિમ બંગાળ (વરસાદ અને ડિપ્રેશનની અસર)

કોલકાતા, હાવડા, જલપાઈગુડી, કાલિમપોંગ, માલદા, અલીપુરદ્વાર, દુર્ગાપુર, દાર્જિલિંગ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા અને કૂચબિહારમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. પવન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ફૂંકાશે.

તાપમાન (કોલકાતા): મહત્તમ 31 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ.

પંજાબ (16-17 ઓગસ્ટની આગાહી)

પઠાણકોટ, લુધિયાણા, ફરીદકોટ, કપૂરથલા, ફિરોઝપુર, સંગરુર, હોશિયારપુર, અમૃતસર, ભટિંડા અને ચંદીગઢમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.

આ પણ વાંચોઃ મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

રાજસ્થાન (હળવા થી ભારે વરસાદની શક્યતા)

અલવર, કરૌલી, બારન, ઝાલાવાડ, ચુરુ, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, અજમેર અને ભીલવાડામાં વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. અહીં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તાપમાન (જયપુર): મહત્તમ 33 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્યપ્રદેશ (ભારે વરસાદની ચેતવણી)

દમોહ, રાજગઢ, શ્યોપુર, નીમચ, વિદિશા, બાલાઘાટ, ખંડવા, સિઓની, હોશંગાબાદ, ખરગોન, શિવપુરી, ભોપાલ અને ઇન્દોરમાં જોરદાર વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. પવન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

તાપમાન: મહત્તમ 26 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.

Frequently Asked Questions

૧૬ ઓગસ્ટ, ૨૦૨૩ માટે હવામાન વિભાગની મુખ્ય ચેતવણી શું છે?

હવામાન વિભાગે ૧૬ ઓગસ્ટ માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ૧૨ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના ૮૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે.

આ હવામાનને કારણે કયા ખાસ જોખમોની શક્યતા છે?

તોફાની પવનો અને વીજળીના કડાકા-ભડાકાથી ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થવાનું જોખમ છે. ઉત્તર ભારતમાં કરા અને પૂર્વ ભારતમાં વીજળી પડવાથી પાકને નુકસાન થઈ શકે છે.

મુસાફરો અને ખેડૂતોને શું સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે?

મુસાફરોને બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ અપાઈ છે. ખેડૂતો અને માછીમારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા જણાવાયું છે.

૧૬ ઓગસ્ટે દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

૧૬ ઓગસ્ટે દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. પવન ૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાશે. મહત્તમ તાપમાન ૩૪ અને લઘુત્તમ ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે.

Advertisement

ટોપ સ્ટોરી

BRICS: દિલ્હીમાં એકઠી થશે દુનિયાની અડધી તાકાત? આ સાત સવાલોના જવાબમાં સમજો BRICS શું છે?
BRICS: દિલ્હીમાં એકઠી થશે દુનિયાની અડધી તાકાત? આ સાત સવાલોના જવાબમાં સમજો BRICS શું છે?
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
Embed widget