VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નવી દિલ્લીઃ નોટબંદી બાદ દેશભરમાં એટીએમ અને બેન્ક બહાર જૂની નોટ એક્સચેન્જ કરવા અને જમા કરાવવા માટે લોકોની લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. લોકોની પરેશાનીને જોતા સરકારે જાહેરાત કરી હતી કે જૂની 500 અને 1000ની નોટો કેટલાક અગત્યના સ્થળો પર 24 નવેમ્બર સુધી ચલણમાં રહેશે.
કેન્દ્ર સરકારે એક દિવસમાં 10,000 રૂપિયા કાઢવાની મર્યાદા બાંધી હતી. આ મર્યાદા હટાવી દેવાઈ છે. આ ઉપરાંત એક સપ્તાહમાં નાણાં ઉપાડવા પર 20,000 રૂપિયા હતી તે વધારીને 24,000 કરી દીધી છે. તેનો મતલબ કે હવે એક જ દિવસમાં 24,000 રૂપિયા કાઢી શકાશે.
નાણા મંત્રાલયે કહ્યું કે, હવે એક દિવસમાં 2000ની જગ્યાએ 2500 રૂપિયા એટીએમમાંથી કાઢી શકાશે. એટલુ જ નહીં હવે એક્સચેન્જ કરવાની 4000 રૂપિયાની મર્યાદાને વધારીને 4500 કરી દેવામાં આવી છે.
જૂની નોટ્સ પર પ્રતિબંધ બાદ ગઇ કાલે રાત્રે વડાપ્રધાન મોદીએ સરકારના વરીષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં નાણા મંત્રાલય અને રિઝર્વ બેન્કના મોટા મોટા અધિકારીઓ સામેલ હતા. આ બેઠકમાં પૈસા ઉપાડવાની મર્યા વધારવા પર નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે 24 નવેમ્બરના રાતના 12 વાગ્યા સુધી હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રેલવે, એરલાઇન્સ, પેટ્રોલ પંપ, મેટ્રો, એએસઆઇ સ્મારકમાં જૂની નોટ્સ ચાલશે. તે સિવાય પાણી અને વિજળીના બિલ ભરવામાં, ડેરી પ્રોડક્ટ્સ ખરીદવામાં અને સ્મશાનમાં જૂની 500 અને 1000ની નોટ લેવામાં આવશે. એટલું જ નહીં દેશના તમામ નેશનલ માર્ગો પર 24 નવેમ્બર સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ટ્રેન ઉપડવાના આટલા કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર નહીં મળે રિફંડ, જાણો કેન્સલેશનના નવા નિયમો
Sonia Khatri: બિશ્નોઇ ગેન્ગે જે જીમ પર કર્યુ ફાયરિંગ, તેની માલકિનનું ફિગર ઉડાવી દેશે હોશ, જુઓ ફોટોઝ
Gun License: એક વ્યક્તિને કેટલા ગન લાઈસન્સ મળી શકે છે, જાણો શું કહે છે તેનો કાયદો?
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
ભારતીય રેલવેની શાનદાર ઓફર! અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ પર 3% છૂટ, જાણો ક્યાં સુધી મળશે લાભ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ, 200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત