AC Tips: દેશભરમાં અત્યારે ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. હજુ પણ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આવામાં ઘર હોય કે ઓફિસ તમામ જગ્યાઓ પર એસીની ખુબ જરૂરિયાત ઉભી થઇ છે, પરંતુ એસી ચલાવતી વખતે સૌથી મોટી સમસ્યા ઇલેક્ટ્રિસિટી બિલમાં વધારો થવાની રહે છે. ઘરમાં સતત AC - એર કંડીશનર ચાલુ રાકવામાં કોઈ તકલીફ નથી, પરંતુ લાઈટ બિલનું ટેન્શન દરેકને ચિંતામાં મુકી દે છે. આવામાં જો તમે અહીં બતાવેલી કેટલીક ટિપ્સને ફોલો કરશો તો તમારુ લાઇટ બિલ એર કંડીશનર ચલાવવા છતાં ઓછુ આવી શકે છે. જાણો.................
બેસ્ટ ટેમ્પરેટરથી AC સેટ કરો -
ભૂલથી પણ ખૂબ ઓછા તાપમાન પર AC ઓન ન રાખવું જોઈએ. આવું કરવાથી તબિયત પણ બગડે છે અને વિજળી બિલનું ટેન્શન તમને હેરાન કરી મુકે છે. બ્યૂરો ઓફ એનર્જી ઇન્ફીશંસી કે BEEનું માનીએ તો 24 ડિગ્રી પર AC સેટ કરવું જોઈએ. આપણા શરીર માટે આ જ યોગ્ય તાપમાન છે અને આમ કરવાથી વિજળી બિલ પણ વધારે આપવું નથી.
પાવર બટનનુ હંમેશા ધ્યાન રાખો -
આપણે એ આદત પાડવી પડશે કે જ્યારે AC બંધ હોય ત્યારે પાવર બટન પણ ઓફ જ હોવું જોઈએ. મોટાભાગના લોકો AC રીમોટથી જ ઓફ કરે છે. આમ કરવાથી વિજળી બિલ વધે છે. એટલા માટે પાવર બટન ઓફ કરવાનું ન ભૂલવું જોઈએ.
ACમાં હંમેશા ટાઈમરનો ઉપયોગ કરો-
આજકાલ બધા ACમાં ટાઈમર આવે જ છે. આખી રાત AC ઓન રાખવાને બદલે તેમાં ટાઈમર સેટ કરી દેવું જોઈએ. 2-3 કલાક સતત ઓન રાખ્યા બાદ ટાઈમર સેટ કરી AC ઓફ કરી દેવું જોઈએ. આમ કરવાથી વધારે વિજળી બિલથી બચી શકાય છે.
સમયાંતરે ACનું સર્વિસિંગ જરૂર કરાવો -
બધા વિજળી ગેજેટ્સનું સમય સમય પર સર્વિસિંગ કરાવવું પડે છે. આમ કરવાથી તેની ક્વોલિટી જળવાઈ રહે છે. ભારતમાં આખું વર્ષ ACની જરૂર પડતી નથી, શીયાળામાં તો AC બંધ જ રહે છે, એટલા માટે તેનું સર્વિસિંગ જરૂરી બની જાય છે. ACમાં હૂલ વગેરે જામી જાય, તો મશીનને નુકસાન પહોંચી શકે છે.
ઘરના બારી-બારણાં બંધ કરવા -
AC ઓન કરતા પહેલા દરવાજો અને બારીઓ જોઈ લેવા જોઈએ કે બંધ છે કે નહી. બહારની હવા અંદર આવવાથી કે અંદરની હવા બહાર જવાથી ACનો પ્રભાવ ઘટે છે. આમ કરવાથી કારણ વિના વિજળી બિલ વધારે આવે છે અને રૂમ ઠંડો થવામાં વધારે સમય પણ લાગે છે.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે