Lung Cancer: ફેફસાનું કેન્સર શું છે?
ફેફસાંનું કેન્સર એ એક પ્રકારનું કેન્સર છે જે ફેફસામાં શરૂ થાય છે. આ કેન્સર ત્યારે શરૂ થાય છે જ્યારે શરીરના કોષો નિયંત્રણ બહાર એટલે કે વધુ પડતી વૃદ્ધિ પામે છે. ફેફસાનું કેન્સર વૈશ્વિક સ્તરે મૃત્યુનું મુખ્ય કારણ છે. તે ભારતની મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક પણ છે. ફેફસાંનું કેન્સર સામાન્ય રીતે બ્રોન્ચીના કોષો અને ફેફસાના ભાગો, જેમ કે બ્રોન્ચિઓલ્સ અથવા એલ્વિઓલીમાં શરૂ થાય છે. કેન્સર શરીરના અન્ય ભાગોમાંથી ફેફસામાં પણ ફેલાઈ શકે છે. જ્યારે કેન્સરના કોષો શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં ફેલાય છે, ત્યારે તેને મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે.
ફેફસાના કેન્સરના લક્ષણો
સામાન્ય રીતે ફેફસાના કેન્સરના પ્રારંભિક તબક્કામાં કોઈ લક્ષણો દેખાતા નથી. સૌથી મહત્વપૂર્ણ લક્ષણો ફેફસાના કેન્સરના એડવાન્સ સ્ટેજમાં જોવા મળે છે. ફેફસાંનું કેન્સર અલગ-અલગ લોકોમાં અલગ-અલગ લક્ષણો ધરાવે છે. કેટલાક લોકોમાં ફેફસાં સંબંધિત લક્ષણો હોય છે. કેટલાક લોકો કે જેમના ફેફસાંનું કેન્સર શરીરના બીજા ભાગમાં ફેલાઈ ગયું છે તેમના શરીરના અન્ય ભાગ માટે વિશિષ્ટ લક્ષણો છે.
ફેફસાના કેન્સરના આ ખાસ લક્ષણો
- ઉધરસ
- છાતીમાં દુખાવો.
- શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી.
- ઉધરસમાં લોહી આવવું.
- સતત થાક લાગવો
- કોઈપણ કારણ વગર વજન ઘટવું.
ફેફસાના કેન્સરનું કારણ
કેન્સરના કોષો - ફેફસાંમાં ઉદ્દભવતા કેન્સરના કોષો ફેફસાના કેન્સરનું કારણ બને છે.
ધૂમ્રપાન - તમાકુનો ઉપયોગ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર ફેફસાના કેન્સરના મૃત્યુમાંથી લગભગ 80% મૃત્યુ ધૂમ્રપાનને કારણે થાય છે
અન્ય કારણો: ધૂમ્રપાન ન કરનારાઓને પણ રેડોન, સેકન્ડહેન્ડ સ્મોક, વાયુ પ્રદૂષણ અથવા અન્ય પરિબળોના સંપર્કમાં આવવાથી ફેફસાનું કેન્સર થઈ શકે છે.
ડીએનએમાં ફેરફાર: ફેફસાના કેન્સર માટેના કેટલાક જોખમી પરિબળો પણ ફેફસાના કોષોના ડીએનએમાં કેટલાક ફેરફારોનું કારણ બની શકે છે. આ ફેરફારો કોષની અસામાન્ય વૃદ્ધિ અને ક્યારેક કેન્સર તરફ દોરી શકે છે. ડીએનએ એ આપણા કોષોમાંનું રસાયણ છે જે આપણા જનીનો બનાવે છે. જે આપણા કોષોની કાર્ય કરવાની રીતને નિયંત્રિત કરે છે. ડીએનએ જે આપણા બંને માતાપિતા પાસેથી મળે છે. જે આપણે ધારીએ તેના કરતાં વધુ પ્રભાવિત કરે છે. તે અમુક પ્રકારના કેન્સર સહિત અમુક રોગોના વિકાસને પણ અસર કરી શકે છે.
વારસાગત જનીન ફેરફારો: કેટલાક પરિવારોમાં ફેફસાના કેન્સરના ઇતિહાસમાં જીન્સ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે જે લોકો ચોક્કસ રંગસૂત્ર માં ચોક્કસ ડીએનએ ફેરફારો ધરાવે છે તેઓને ફેફસાંનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. પછી ભલે તેઓ ધૂમ્રપાન કરતા ન હોય તો પણ તેઓને કેન્સર થઈ શકે છે
ફેફસાના કેન્સરની સારવાર
તપાસ પછી જો સ્મોલ સેલ લંગ કેન્સર અથવા નોન-સ્મોલ સેલ ફેફસાંનું કેન્સર જોવા મળે છે. તો કેન્સર સ્ટેજ અનુસાર તેમની સારવાર શરૂ કરવામાં આવે છે.
સ્મોલ- સેલ ફેફસાના કેન્સરની સારવાર
જો ટેસ્ટમાં સ્મોલ કોષના ફેફસાનું કેન્સર જોવા મળે છે, તો આ બધી સારવાર કરવામાં આવશે-
- કીમોથેરાપી
- ઇમ્યુનોથેરાપી
- રેડિસન થેરાપી
- સર્જરી
નોન-સ્મોલ સેલ ફેફસાના કેન્સરની સારવાર
- સર્જરી
- કીમોથેરાપી
- ઇમ્યુનોથેરાપી
- રેડિયો ફ્રીક્વન્સી
- રેડિસન થેરાપી
- ડ્રગ્સ થેરાપી