Health :ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે કેરીની દરેકના ઘરમાં આવી જાય છે. નાના માટો બધા જ તેના રસની લિજ્જત માણે છે જો તે ડાયાબિટિસના દર્દી કેરી ખાવાથી ડરે છે. તેનાથી બ્લડ સુગર વધી જવાની સમસ્યા પણ સતાવે છે. જો કે આ ટિપ્સથી જો ડાયાબિટિસના દર્દી કેરી ખાય તો  નુકસાન નથી થતું.


કેરી આપણી સુગર ક્રેવિગને શાંત કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કેરીથી દૂર રહે છે. તેમને લાગે છે કે તેનાથી શુગર લેવલ વધે છે. પરંતુ કેરી માત્ર મીઠી જ નથી પરંતુ તેમાં ઘણા પોષક તત્વો પણ છુપાયેલા છે જે હેલ્થ માટે ઉતમ છે.


કેરીમાં રહેલ સુગર  કેલરીનો સ્ત્રોત છે. આ તમારા બ્લડ સુગર લેવલમાં સ્પાઇકનું કારણ બની શકે છે. પરંતુ તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે બ્લડ શુગરની અસર ઘટાડવા માટે જાણીતું છે. આટલું જ નહીં, કેરીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ખેંચને ઓછી કરવામાં મદદ કરે છે. સ્ટ્રેસ બ્લડ શુગર વધારવાનું પણ કામ કરે છે. આવી સ્થિતિમાં કેરી ખાવાથી તણાવ ઓછો થાય છે, જે બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે.


શું ડાયાબિટિક ખાઇ શકે છે કેરી


તો શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે...જવાબ હા છે..પરંતુ કેરી ખાવાનું વિચારતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના દ્વારા સૂચવવામાં આવેલી રીતે કેરીનું સેવન કરો. ડૉક્ટર તમને જાણ કરશે કે કઈ માત્રામાં અને કયા સમયે કેરી ખાવાથી નુકસાન નહી થાય.


ડાયાબિટિક ડાયટમાં કેરીને કરી શકે છે સામેલ


કેરી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે. તેથી જ તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબિટીસના દર્દીઓએ તાજી કેરીનું સેવન કરવું જોઈએ. સૂકી કેરીની સરખામણીમાં તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. દિવસમાં માત્ર એકથી બે કટકા કેરીનું સેવન કરો.


કેરી ખાતા પહેલા ધ્યાન રાખો


ભલે કેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે, તમારે વધુ કેરીનું સેવન કરવું જોઈએ. સામાન્ય લોકોએ દિવસમાં એકથી બે કેરી ખાવી જોઈએ. વધુ કેરી સ્થૂળતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે સુગરના દર્દીએ કેરીના એકથી બે ટુકડા જ ખાવા જોઈએ.


કેરીના સેવનના અન્ય ફાયદા



  • કેરી ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે જેમ કે-

  • ફળોના રાજા કેરીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

  • -હૃદયની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

  • - પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.

  • તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો છે.

  • કેરી આંખો માટે ફાયદાકારક છે.

  • -બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

  • અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેરીમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે.