Lose weight by Intermittent Fasting:: આજકાલ મોટાભાગના લોકો  મેદસ્વીતાના  શિકાર છે. આ રીતે તમારું વજન ઓછું કરવા માંગો છો તો તમે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરી શકો છો.


આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આનું એક કારણ ખોટી ખાવાની આદતો અને ભાગદોડ ભરેલી જિંદગી છે.  તો  આજકાલ વજન ઘટાડવાના ઘણા રસ્તાઓ છે. વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગ અને જીમનો સહારો લે છે. જો કે આ રીતે વેઇટ લોસ સમય માંગી લે છે. છે, પરંતુ જો તમારી પાસે સમય નથી અને તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો  ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ આપના માટે ઉત્તમ છે. ચાલો જાણીએ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શું છે.


ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ શું છે?


ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ એ એક એવું ડાયટ છે. જેમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહીને  મીલ સ્કિપ કરવાનું હોય  છે. તેમજ કયા સમયે ખોરાક લેવો અને કયા સમયે તે બધું અગાઉથી નક્કી હોય છે.જેમ કેટલાક લોકો 12 કલાકની અંદર ભોજન લઈ લે છે તેમ કેટલાક લોકો 14 કલાક પછી જ કંઈક ખાય છે.આમ કરવાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે. .


ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ


ઇન્ટરમિટેટેટ ફાસ્ટિંગ કેવી રીતે કરશો


ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ અપનાવવા માટે, તમારે 16 કલાક સુધી ખાવાનું ટાળવું પડશે. હા, જો તમે આ માટે ડિનર ખાધું હોય તો બીજા દિવસે 16 કલાક પૂરા થયા પછી જ લંચ લેશો. તમારે નાસ્તો છોડવો પડશે. આ સાથે, તમારે લંચ અને ડિનર વચ્ચેનો સમય પણ નક્કી કરવો પડશે.


સપ્તાહમાં 2 દિવસ પેટભરીને ખાવાનું ટાળું


આ ડાયટમાં ફોલો કરવા માટે આપને વીકમાં બે દિવસ ઓછામાં ઓછું ખાવાનું છે.જેનાથી શરીરને 500 કેલેરી જ પ્રાપ્ત થાય છે. તેનાથી વધુ નહી.


વન મીલ ઇન ડે


આ ઇન્ટરમિટેંટ ફાસ્ટિગને આપને આખા દિવસમાં એક જ વખત જમવાનું છે અને બે મીલ સ્કિપ કરવાના છે


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.