કોરોનાના કેરની વચ્ચે રાજ્યમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિત ચિંતાજનક કેન્સરના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.અમદાવાદમાં માં 4 દિવસમાં ટાઇફોઇડ અને કમળાના રોગના બે ગણા કેસ નોંધાયા તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો પણ કહેર યથાવત છે. 4 ડિસેમ્બર સુધીમાં ટાઈફોઈડના 68 અને કમળાના 53 કેસો નોંધાયા છે.
રાજ્યમાં ગયા વર્ષ કરતા ડેંગ્યુના કેસમાં 6 ગણો વધારો થયો.આ વર્ષે 10 હજારથી વધુ લોકો આવી ડેંગ્યુની ઝપેટમાં ચૂક્યા છે.રાજ્યમાં પ્રતિદિવસ ડેંગ્યુના 30થી વધુ કેસ નોંધાયા છે. ....દેશમાં સૌથી વધુ કેસની યાદીમાં રાજ્યોમાં ગુજરાત આઠમાક્રમે છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 14માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છેકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7992 નવા કેસ નોંધાયા છે અને 393 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9265 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 93,277 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4836 કેસ નોંધાયા છે અને 340 સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 131,99, 92,482 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 76,36,569 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,50,672 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત
અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત