The Ashes : ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયૉને બ્રિસ્બેનમાં રમાયેલી એશીઝ સીરીઝની પહેલી ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટો પુરી કરી લીધી છે. આમ કરનારો તે ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બૉલર બની ગયો છે. આ પહેલા ગ્લેન મેકગ્રાથ અને શેન વૉર્ન આ કારનામુ કરી ચૂક્યા છે. વળી, આ મેચમાં નાથન લિયૉનની શાનદાર બૉલિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમે આ મેચમાં શાનદાર જીત પણ નોંધાવી લીધી છે. 


નાથન લિયૉનએ મચાવ્યો તરખાટ-
આ પહેલા મેચના ત્રીજા દિવસ બાદ ઇંગ્લેન્ડ 2 વિકેટ પર 220 રનોના સ્કૉરની સાથે મેચમાં વાપસી કરી રહ્યું હતુ, એવુ લાગી રહ્યું હતુ કે ડેવિડ મલાન અને કેપ્ટન જૉ રૂટ ટીમને પાછી મેચમાં લાવી   શકતો હતો. પરંતુ ચોથા દિવસની રમતના પહેલા સેશનમાં જ મેચ ઓસ્ટ્રેલિયાના ખાતામાં જતી રહી. ડેવિડ મલાનના આઉટ થતા જ નાથન લિયૉને ઓલિવર પૉપ, ઓલી રૉબિન્સન અને માર્ક વુડને પેવેલિયન મોકલી દીધા. આ સાથે જ ઇંગ્લિશ ટીમ બેકફૂટ પર આવી ગઇ હતી.


નાથન લિયૉને 400 વિકેટ લેવા માટે 101 ટેસ્ટ મેચ રમી છે. તેને વર્ષ 2011 માં શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ડેબ્યૂ કર્યુ હતુ. નાથન લિયૉને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પહેલા બૉલ પર જ કુમાર સાંગાકારાની વિકેટ લીધી હતી. તે ટેસ્ટ કેરિયરમાં એક ઇનિંગ્સમાં 18 વાર 5 વિકેટો અને 3 વાર 10 વિકેટો હાંસલ કરી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં નાથન લિયૉનથી આગળ માત્ર બે જ બૉલરો છે. શેન વૉર્ન 708 વિકેટો અને ગ્લેમ મેકગ્રાના નામે 641 વિકેટો છે. 


 





 


આ પણ વાંચો


Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 


અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત


26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......