અમદાવાદઃ અમદાવાદ શહેરમાં નાગરિકો સાથે ગેરવર્તન કરનારા TRB જવાનોની દાદાગીરી ચાલશે નહીં. છેલ્લા એક વર્ષમા અમદાવાદમાં 700 ટીઆરબી જવાનને છૂટા કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે વધુ 700 જવાનોની ભરતી કરવામાં આવશે.


અમદાવાદ શહેરમાં 700 TRB જવાનની ભરતી કરાશે કેમ કે, છેલ્લા એક વર્ષમાં જ સતત ગેરહાજર રહેનારા અને નાગરિકો સાથે ગેરવર્તન કરનારા 700 TRB જવાનને છૂટા કરાયા છે. નોંધનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં TRB જવાનોની ગેરવર્તણૂકને લઈ વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે.


અમદાવાદમાં અત્યારે કુલ ૧૭૫૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો કાર્યકરત છે. છેલ્લા ૧ વર્ષ માં ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરાયા છે. ૩૦૦ રૂપિયાના દૈનિક પગાર લેખે ૨૮ દિવસનો ટીઆરબી જવાનને પગાર આપવામાં આવે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા TRB જવાનોને પગાર ચૂકવવા આવે છે. જે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે તેમાં પુરુષ માટે ૮૦૦ મીટર ૧૯૦ સેકંડમાં દોડ પૂરી કરવાની હોય છે. મહિલા માટે ૪૦૦ મીટરની દોડ ૧૦૫ સેકંડમાં પૂરી કરવાની હોય છે.


 


અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા


Gautam Adani is Asia's Richest: અદાણી જૂથ ( Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી ( Gautam Adani ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી ( Mukesh Ambani )ને પાછળ છોડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.  


Vadodara : પીડિતાના હાથ-પગે વાગેલાના નિશાન છે, પી.એમ. રિપોર્ટમાં આવતા કહી શકાય કે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું


સુપ્રીમ કોર્ટના કોરોના સહાય અંગેના આદેશ મુદ્દે વાઘાણીની પ્રતિક્રિયાઃ '4 લાખ લોકો હશે તો પણ સહાય આપીશું'


કોરોના નિયંત્રણને લઈને સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકાર આ તારીખ બાદ આપી શકે છે મોટી છૂટછાટ


મોદી સરકારે ફરી શરૂ કરી રાંધણ ગેસ પરની સબસિડી, તમારા ખાતામાં રૂપિયા જમા થયા કે નહી આ રીતે જાણી શકશો?