AHMEDABAD : અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં દેત્રોજના નાયબ મામલતદાર અને તેમના ડ્રાઇવર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો - ACBએ આ બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. 
 
દેત્રોજના નાયબ મામલતદાર ભીખાભાઇ પ્રહલાદભાઇ પટેલે વિધવા બહેનનું અલગ રેશનકાર્ડ કઢાવવા માટે રૂ.3000ની લંચ માંગી હતી. ફરિયાદી વિધવા બહેને પહેલા રૂ.1500 આપ્યા હતા અને બાદમાં ACBનો સંપર્ક કર્યો હતો. 


ફરિયાદના આધારે અમદવાદ ગ્રામ્યના ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટે મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝનમાં ટ્રેપ ગોઠવી હતી. 


ACBના ટ્રેપ અધિકારીએ લાંચ પેટે આપવાના બીજા રૂ.1500 આપવા માટે ટ્રેપ ગોઠવી હતી. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ડઢાણા ગામે દેત્રોજના નાયબ મામલતદાર ભીખાભાઇ પ્રહલાદભાઇ પટેલ અને તેમનો ડ્રાઈવર સુનિલજી અજમલજી ઠાકોર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. 


કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હજી પણ બંધ
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને નજીવા દરે ઘર જેવો પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana)ની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં દરેક મોટા શહેરોના કડીયા નાકે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. જે કોરોનાકાળના સમયથી હજુ સુધી બંધ છે. પરિણામે શ્રમિકોને પોષણયુક્ત ભોજન મળવાનું હવે બંધ થયું છે.


ગુજરાતમાં 6 લાખ જેટલા શ્રમિકો નોંધાયેલા છે. ત્યારે વિજય રૂપાણી સરકારે 2017 માં 50 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ગુજરાતમાં 84 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા યોજના પાયલોટ પ્રોજેકટ સ્વરૂપે શરૂ કરી હતી. જેમાં ગુજરાતના શહેરોના કડીયાનાકે શ્રમિકોને 10 રૂપિયામાં દાળ-ભાત, શાક, રોટલી જેવું પોષણયુક્ત ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી. 


સવારે 07 થી 11 વાગ્યા સુધી શ્રમિકોને ભોજન મળતું હતું. જે માટે શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવતા એક ચોપડી અપાતી. જેમાં એન્ટ્રી કરીને અને આધારકાર્ડ બતાવીને શ્રમિકો ભોજન મેળવતા હતા. પરંતુ આ કેન્ટીન હવે બંધ રહેતા શ્રમિકોએ બહારનું અને મોંઘું ખાવા મજબૂર બન્યા છે. 


આ પણ વાંચો : 

CHHOTA UDEPUR : દોઢ મહિનો થવા છતાં ખેડૂતોને નથી મળ્યું અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર, ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા


CRIME NEWS :  ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા, ત્રણ સંતાનો માં વિહોણા બન્યા


Reliance Jio 5G : મુકેશ અંબાણીએ AGMમાં કરી મોટી જાહેરાત, જાણો ક્યારે શરૂ થશે 5G સર્વિસ