Ahmedabad: અમદાવાદમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમબ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા જ્યારે અન્ય 200 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહે છે. આ તમામ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર અમદાવાદમાં રહેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. તમામની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.






બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે. ઘણા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડના દરરોજ રિપોર્ટ આવી રહ્યા છે. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અહીં ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના ડીસીપી અજીત રાજિયાને આ માહિતી આપી હતી. ઇનપુટ અને ઇન્વેસ્ટીગેશનના આધારે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.


ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના ડીસીપી અજીત રાજિયાને જણાવ્યું હતું કે અમે ગેરકાયદેસર રહેતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ. આ સાથે 200થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં ત્રિપુરામાં પોલીસે 18 બાંગ્લાદેશી નાગરિકો અને પાંચ ભારતીય નાગરિકોની ત્રણ જગ્યાએથી ધરપકડ કરી હતી જેઓ તેમને મદદ કરી રહ્યા હતા.


ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું


અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ ઉપર નેહા ફ્લેટની રહેણાંક સ્કીમનું બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તોડી પાડવામાં આવેલ બિલ્ડિંગ કુખ્યાત નઝીર વોરા દ્વારા ઉભી કરાઇ હતી. જો કે વર્ષ 2020માં બાંધકામ તોડી પડાતા ફરી 2024ના વર્ષમાં બાંધકામ કરી દેવાયું હતુ. જેથી વેજલપુર પોલીસના બંદોબસ્ત સાથે 3 હીટાચી મશીન, 7 ગેસ કટર, 45 મજૂરોની મદદથી 27 યુનિટના બાંધકામ દૂર કરાયા હતા.                                                                             


Ahmedabad: હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પહેલા ચેતીજજો, અમદાવાદ પોલીસ આ એપ્લિકેશનની મદદથી કરશે કાર્યવાહી