અમદાવાદઃ શહેરમાં 10 મહિના પહેલા જ લગ્ન કરીને સાસરે આવેલી યુવતીએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાસુ-વહુ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં સાસુનું મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં હત્યારી વહુની અટકાયત કરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ગોતા વિસ્તારમાં આવેલા સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સ ખાતે રેખા અગ્રવાલના દીકરા દીપકના નિકિતા ઉર્ફે ન્યારા સાથે 10 મહિના પહેલા લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી સાસુ-વહુ વચ્ચે નાની નાની બાબતે તકરાર થતી હતી. ગઈ કાલે રાતે પણ કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નિકિતા અગ્રવાલે સાસુ રેખાબેનની હત્યા કરી નાંખી હતી.

ઉશ્કેરાયેલી નિકિતાએ પહેલા તો સાસુ રેખાબેનને લોખંડના પાઇપથી માર મારીને લોહીલૂહાણ કરી નાંખ્યા હતા અને આ પછી સાસુને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં રેખા અગ્રવાલનું મોત થયું છે. માથામાં પાઇપ મારતાં આખા ઘરમાં લોહી લોહી થઈ ગયું હતું અને દિવાલો પર પણ લોહીના છાંટા ઉડ્યા હતા. પોલીસે આરોપી નિકિતાની અટકાયત કરી છે અને મૃતક રેખાબેનની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

ભુજઃ યુવતીને ખેતરમાં નગ્ન કરીને સરપંચના પુત્ર અને મિત્રે બાંધ્યા શારીરિક સંબંધ, યુવતીએ બૂમો પાડી પણ......

મોદી સરકારના વધુ એક મંત્રી થયા કોરોનાથી સંક્રમિત, ગુજરાત પેટા ચૂંટણીમાં આવ્યા હતા પ્રચારમાં, જાણો વિગત

રાજસ્થાનઃ ભાજપની પૂર્વ પ્રધાનની લવ સ્ટોરીમાં આવ્યો ખતરનાક વળાંક, મોડી રાતે એસપી ઓફિસે પહોંચીને કહ્યું......