Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં એસ.જી હાઇવે કારગિલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે મિક્ષ્ચરના ડંપર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જી ડંપર મિક્ષ્ચર ચાલક ફરાર થઈ ગયો હતો. એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


ઓઢવમાં રહેતી સગીરાને ચા બનાવી આપવાના બહાને ઘરે બોલાવીને દરવાજો બંધ કરીને શારીરીક સંબંધની માંગણી કરી હતી સગીરાએ ના પાડતા શખ્સે તેને માર મારીને બળ જબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી પડોશી શખ્સે બે વખત દુષ્કર્મ આચરીને આ અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સગીરાની માતાએ શખ્સ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઓઢવમાં રહેતી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે 14 વર્ષની પુત્રી બે મહિનાથી ગુમસુમ રહેતી હતી જેથી મહિલાએ તેને પૂછતા જણાવ્યું કે ગત ડિસેમ્બર મહિનામાં સવારના સમયે સગીરાના માતા-પિતા શાકભાજી લેવા ગયા હતા ત્યારે સગીરા દુકાનમાં સાફ સફાઇ કરતી હતી તે સમયે પડોશી યુવકે સગીરાને બોલાવી હતી અને ચા બનાવવાનું કહેતા સગીરા ચા બનાવીને યુવકને આપવા ગઇ હતી. આ સમયે યુવકે સગીરાને રસોડામાંથી કટોરી લઇ આવવા જણાયું હતું. જેથી સગીરા કટોરી લેવા જતા યુવકે રૃમનો દરવાજો બંધ કરીને શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી.




જો કે સગીરાએ ના પાડતા યુવકે તેને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઇને કહીશ તો તારા માતા-પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ ફરીથી એક દિવસ સવારે સગીરાના માતા-પિતા ઘરે હાજર ન હતા   ત્યારે પણ ઘરે એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હતું, બીજી વખત પ્રયાસ કરતા સગીરાએ બુમાબુમ કરતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો અને કોઇને જાણ કરીશ તો બદનામી કરાવીને તારા માતા-પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે ઓઢવ પોલીસેે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ભાવનગર-તળાજા નેશનલ હાઇવે પર સાણોદરના પાટીયા પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસી ગઈ, 2 યુવકનાં મોત