Ahmedabad : આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly elections 2022) યોજાવાની છે.  વિધાનસભાની આ ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં નવા પાંચ ફલાયઓવર બનાવવામાં આવી શકે છે. સ્થાનિકોના મતે ફલાયઓવર બનાવવાથી ટ્રાફિકમાં થોડી રાહત થશે.


500 કરોડના ખર્ચે નવા 5 ફ્લાયઓવર બનશે 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ  શહેરમાં 500 કરોડના ખર્ચે નવા 5 ફ્લાયઓવર બનાવવામાં આવી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકાની રોડ કમિટીની બેઠકમાં પ્રાથમિક તબક્કામાં ચર્ચા પૂર્ણ કરવામાં આવી છે.રોડ કમિટીમાં દરખાસ્ત મંજુર થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. શહેરમાં જે સ્થળોએ બ્રિજ બનવાની દરખાસ્ત રજૂ થઈ શકે છે તે સ્થળો અને અંદાજીત કિંમત ઉપર નજર કરીએ તો


1) સત્તાધાર સર્કલ ચાર રસ્તા પાસે 65 કરોડનો ખર્ચ
2) નરોડા પાટીયાથી ગેલેક્સી રોડ ઉપર 200 કરોડનો ખર્ચ
3) મકરબા રોડથી પ્રહલાદનગર ક્રોસિંગ ઉપર 70 કરોડનો ખર્ચ
4) વેજલપુરથી આનંદનગર રોડ ઉપર 55 કરોડનો ખર્ચ
5) થલતેજથી હેબતપુર રોડ ઉપર 65 કરોડનો ખર્ચ


જાણો શું કહ્યું સ્થાનિકોએ 
સતાધાર સર્કલ ચાર રસ્તા ઉપર ABP અસ્મિતાએ સ્થાનિકોનો મત જાણવા પ્રયાસ કર્યો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર સવાર અને સાંજના સમયમાં ભારે ટ્રાફિક થાય છે.સોલા તરફથી આવતા ટ્રાફિકના કારણે 30 મિનિટ ઉભા રહેવાની સ્થિતિ ઉભી થાય છે.ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા આ માર્ગ ઉપર ફ્લાયઓવર બનાવવામાં આવે તે સરાહનીય છે.


મકરબાથી વેજલપુર ક્રોસિંગ તરફ જવાના માર્ગ ઉપર પણ બ્રિજ બનાવવાની જરૂર છે. રોડ 60 ફૂટનો અને બોટલ આકારનો છે.વળી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ બંધ થતાં એક કલાક રાહ જોવાની સ્થિતિ ઉભી થાય છે.જેના કારણે આ માર્ગ ઉપર ફલાયઓવર બનતા ટ્રાફિકનું ભારણ ઓછું થઈ શકે તેવું સ્થાનિકોનું માનવું છે. જો દરખાસ્ત કમિટીમાં લાવવામાં આવે અને મંજુર કરવામાં આવે તો અંદાજે 70 કરોડનો ખર્ચ થઈ શકે છે.


આ પણ વાંચો : 

CHHOTA UDEPUR : દોઢ મહિનો થવા છતાં ખેડૂતોને નથી મળ્યું અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર, ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા


CRIME NEWS :  ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા, ત્રણ સંતાનો માં વિહોણા બન્યા


Reliance Jio 5G : મુકેશ અંબાણીએ AGMમાં કરી મોટી જાહેરાત, જાણો ક્યારે શરૂ થશે 5G સર્વિસ