અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના મેંદરડામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.


અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.


અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે સીટીએસ, ઢાલગવરવાડ, બાપુનગરના નીચાણવાળા વસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદ તૂડી પડતા માર્ગો પાણીથી તરબોળ બન્યા હતાં. રજાના દવિસે લોકો બહાર ફરવા નીકળ્યા હોઈ ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને પગલે શહેરના સાત અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. એકથી દોઢ કલાક સતત ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડ પ્રસરી હતી અને ઘણા સમયથી ગરમીમાં શેકાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


બીજી બાજુ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં સાડા 3 ઇંચથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ મોરબી જિલ્લના મોરબી, વાંકાનેર અને ટંકારામાં રવિવારે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.


સામાન્ય રીતે રાજ્યમાં ભીમ અગિયારસ બાદ વાવણીની મોસમ પુરબહારમાં હોય છે. આ વર્ષે વરસાદ ખેંચાતા જગતના તાત પર આફત તોળાઈ રહી હતી. પહેલા વાવાઝોડું અને હવે વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી પરંતુ સમયસર વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાહત થઈ છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ