અમદાવાદઃ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2024 સુધીમાં ગાંધી આશ્રમ તૈયાર થશે. મળતી જાણકારી અનુસાર અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમના નવીનીકરણનું પ્રથમ ટેન્ડર મંજૂર થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગને અને AMC ને પ્રથમ તબક્કામાં 50 કરોડની ફાળવણી કર્યા બાદ નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલના ગાંધી આશ્રમને વિસ્તરણ કરીને રાણીપ સુધી આવરી લેવામાં આવનાર છે. પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે 265 કરોડની રકમનો ખર્ચ કરાશે. જેમાં ગાંધી આશ્રમની અંદર આવેલી કુટીરના પણ નવીનીકરણ કરવામાં આવનાર છે.


ગાંધી આશ્રમ આસપાસ નવો રોડ,ફૂટપાથ બનાવવા પાછળ ૪૮.૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ૨૦૦ MM સ્તરમાં ત્રણ સ્તરીય માટી પાથરવામાં આવશે જેની પાછળ અંદાજીત ૪૮.૫૫ કરોડનો ખર્ચ કરાશે. રાણીપ,ચંદ્રભાગા,પ્રબોધ રાવલ બ્રિજ નીચે ડ્રેનેજલાઇન અને ડ્રેઇન નેટવર્ક પાછળ ૫૧.૪૩ કરોડનો ખર્ચ કરાશે. ૨૯.૨૮ કરોડના ખર્ચે પાણીની નવી ડાયામીટર લાઇન અને હરિજન આશ્રમમાં પાણીના નવા કનેક્શન લગાવવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવા અને ડિસપોઝ માટે ૨૮.૬૨ કરોડનો ખર્ચ કરાશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ મંજૂર થયેલું ટેન્ડર મલ્ટી મીડિયા પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. AMC ની કામગીરી સાથે મહાત્મા ગાંધીજીનો વારસો જળવાઈ રહે અને તેની સાથે મુલાકાતીઓ પણ ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકે તે પ્રકારે કામગીરીઓ શરૂ કરવામાં આવનાર છે. ગાંધી આશ્રમના નવીનીકરણ માટે હાલ હયાત આશ્રમનું વિસ્તરણ કરીને રાણીપ એસટી બસ સ્ટોપ,ચંદ્રભાગા નાળુ,પ્રબોધ રાવલ બ્રિજ અને વાડજ સ્થિત RTO નો વિસ્તાર પણ આવરી લેવામાં આવનાર છે.જેના સંદર્ભે આગામી સમયમાં શહેર પોલીસ રોડ ડાયરવઝન અંગે જાહેરનામું બહાર પાડીને વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરશે.


કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?


 


રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........


 


વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............


 


India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ