ગાંધીનગરઃ રાજ્યમાં આજે 8 હજાર 690 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 70થી વધુ ટકા મતદાન થયું છે. રાજ્યની કુલ 8 હજાર 684 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 27 હજાર 200 જેટલા ઉમેદવારના ભાવી મતદાન પેટીમાં કેદ થયા હતા. 21મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.
કેટલાક મતદાન મથકો બહાર વિવાદ અને ઘર્ષણની ઘટનાઓ બની હતી. તે સિવાય ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ નોંધાઇ હતી.
છોટાઉદેપુરના કાવિઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થઇ હતી. સરપંચના ઉમેદવાર અને મુંબઇની મોડલ સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એશ્રા પટેલ અને પ્રતિ સ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઇ હતી.
નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવાએ માંગ કરી હતી કે વિધાનસભા અને લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે. ધાનેરાના કૉંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા જેવા દેશોમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે છે.
બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગ્રામપંચાયતની ચૂંટણીને વિધાનસભાની ચૂંટણી સાથે ન જોડવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપ કોઈ પણ જાતનો રસ લેતી નથી. સમરસ થયેલી ગ્રામપંચાયતોને રાજ્ય સરકાર લાખો રૂપિયાની ગ્રાંટ આપે છે.
કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?
રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........
India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ