Tiranga Yatra: ગુજરાતમાં 11 ઓગસ્ટથી ઘર હર તિરંગા અભિયાનની શરૂઆત થઇ ગઇ છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાજપની તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ, અમિત શાહે તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવી ગુજરાતમાં શરૂઆત કરાવી હતી.
અમદાવાદમાં આજે 'હર ઘર તિરંગા યાત્રા'ની શરૂઆત થઇ ગઇ છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ, આ તિરંગા યાત્રા વિરાટનગર ફૂવારા સર્કલથી નિકોલ ખોડિયાર મંદિર સુધી નીકળી હતી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજાશે. રાજકોટ, સુરત, વડોદરા બાદ આજે 13મી ઓગસ્ટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાની રેલી નીકળી હતી. આ રેલીમાં વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરાશે. અમદાવાદ અને સુરતમાં પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
તિરંગા યાત્રાને લઇને રસ્તા બંધ રખાયા -
મંગળવારે બપોરે 12 વાગ્યા બાદ વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસથી ફુવારા સર્કલથી પુર્વ તરફ ગોકુલ પાર્ક AMTS બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ 2.5 કિ.મી સુધીનો સંપુર્ણ માર્ગ બંધ રહેશે. બાપુનગર શ્યામ શિખર તરફથી નિકોલ ઉત્તમનગર તરફ જતા ઠકકરનગર બ્રિજ પર વાહનો અવરજવર કરી શકશે નહીં. ઠકકરનગર ચાર રસ્તાથી બ્રિજ નીચેથી પણ ઉત્તમનગર થઈ કેનાલ ક્રોસ કરી જીવનવાડી થઈ ખોડીયાર મંદિર નિકોલ સુધી વાહન વ્યવહાર માટે રોડ બંધ રહેશે. ઉત્તમનગરથી દક્ષિણ તરફ બેટી બચાવો સર્કલ થઈ ફુવારા સર્કલ સુધીનો આશરે 3.7 કિ.મી સુધીનો માર્ગ બંધ રહેશે. બહુચર ચોકથી ખોડીયાર મંદિર નિકોલ સુધીનો આશરે 500 મીટર સુધીનો માર્ગ બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ તરીકે બાપુનગર ગરીબનગર ચાર રસ્તાથી બાપુનગર ચાર રસ્તાથી જમણી બાજુ પુર્વ તરફ ખોડીયાર નગર ચાર રસ્તા તરફ જઈ શકાશે. ઠક્કરનગરબ્રિજ નીચે ચાર રસ્તાથી ઉત્તર તરફ હિરાવાડી BRTS બસ સ્ટોપથી બજરંગ આશ્રમ થઈ વિજય પાર્ક BRTS બસ સ્ટોપ પહેલાના વાછાણી ફર્નિચર કટથી જમણી બાજુ પૂર્વ તરફ ફોનવાલે સર્કલ થઈ સરદાર ચોક થઇ કેનાલ ક્રોસ કરી છત્રપતી શિવાજી સર્કલ થઇ બાપા સીતારામ ચોક થઈ નિકોલ ઓઢવ રીંગરોડ તરફ જઈ શકાશે. બહુચર ચોકથી જમણી બાજુ પુર્વ તરફ પાંડવ વાડી થઇ સુરભી ફ્લેટ-2 ત્રણ રસ્તાથી જમણી બાજુ સુરભી ફ્લેટ ત્રણ રસ્તાથી રામરાજ્ય ચોક થઈ જમણી બાજુવાળી કાનબા હોસ્પિટલ ચાર રસ્તાથી નિકોલ ઓઢવ તરફ જઇ શકાશે.
ભાજપે શરૂ કર્યું 'હર ઘર તિરંગા અભિયાન'
આ અભિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને મજબૂત કરવા સાથે નાગરિકોને તેમના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક વ્યાપક અભિયાન પહેલનો એક ભાગ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશભરમાં 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે નાગરિકોને દરેક ઘર, દુકાન અને ઓફિસ પર તિરંગો ફરકાવવા વિનંતી કરી હતી.
પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી
અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગ રૂપે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે નાગરિકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી. 28 જૂલાઈના રોજ 112મી 'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા આહવાન કર્યું હતું.
તે ક્યારે શરૂ થયું?
'હર ઘર તિરંગા' એક અભિયાન છે જે આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને તિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે 2021માં તે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાન પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
આ પણ વાંચો
ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો
Manu Bhaker-Neeraj Chopra: નીરજ ચોપડા અને મનુ ભાકરના લગ્ન ફિક્સ ? શૂટરના પિતાએ કરી સ્પષ્ટતા