LIVE: કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન પર સુનાવણી શરૂ

એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું... અમે એમ નથી કહેતા કે ક્રાઇસીસ ના ટાઈમમાં અમે બેસ્ટ ઓપરેટર છીએ... પણ છતાં ય સરકાર તમામ પૂરતા પ્રયાસ કરી રહી છે...

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 May 2021 12:36 PM
મેરેજ અને મૃત્યુ ના કિસ્સામાં સંખ્યા હજુ ઘટાડવામાં આવે

એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યુઃ અમે એમ નથી કહેતા કે ક્રાઇસીસ ના ટાઈમમાં અમે બેસ્ટ ઓપરેટર છીએ... પણ છતાં ય સરકાર તમામ પૂરતા પ્રયાસ કરી રહી છે.  સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ કહ્યુઃ મેરેજ અને મૃત્યુના કિસ્સામાં સંખ્યા હજુ ઘટાડવામાં આવે એની જરૂર છે.

ગામડામાં કેવી રીતે કોરોના સંક્રમણ અટકાવશો

રાજ્ય સરકારે જણાવ્યું કે ગામડામાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓક્સીમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ, પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પુરી પડવામાં આવે છે. સાથએ જ સરકારે આ કાર્યક્રમ હેઠળ 8 હજાર 773 દર્દી ને દાખલ કરી સારવાર આપવામાં આવી હોવાનો દાવો કર્યો છે. 

રાજ્યમાં કેટલા બેડ છે

આ સિવાય ઓફિડેવિટની અંદર અત્યારે 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જેમાં 60 હજાર 176 ઓક્સીજન બેડ છે અને 13 હજાર 875 આઇસીયું અને 6 હજાર 562 વેન્ટિલેટર બેડ છે. ઉપરાંત રાજ્ય સરકારે હોસ્પિટલ ના બેડ માં 1 લાખ 7 હજાર 702 બેડ કર્યો વધારો કર્યાનું જણાવ્યું છે. 

રાજય સરકારે સોગંદનામામાં શું કહ્યું

રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ 56 પેઇજનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં સરકારે વિવિધ દાવા કર્યા છે. મેડિકલમાં સુવિધામાં વધારો, RTPCRના નવા મશીનમાં વધારો કર્યો તથા રેમડેસિવીર ઇંજેક્શન અંગે કહ્યું કે કેન્દ્ર સરકાર એક દિવસ 16 હજાર 115 ઇંજેક્શન આપે છે. અમદાવાદમાં એપ્રિલ મહિના માં 2 લાખ 34 હજાર રેમડીસીવીરની માંગ સામે 1 લાખ 83 હજાર 257 ઇંજેક્શન આપ્યાનો ઉલ્લેખ પણ કર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ




કોરોના વાયરસ સંક્રમણ મામલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જંયતિ રવીએ હાઈકોર્ટમાં સોગંદનાનું રજૂ કર્યું છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરનારા તંદુરસ્ત વ્યક્તિને RTPCR ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નહીં હોવાની ICMRની નવી ગાઈડ લાઈન આવી હોવાની કોર્ટને જાણ કરાઈ છે.



- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.