આજે સવારે અમદાવાદના પ્રહલાદનગર, જોધપુર ચાર રસ્તા, ઇસ્કોન, એસજી હાઇવે, બોડકદેવ, સોલા, વસ્ત્રાપુર, આંબાવાડી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
વહેલી સવારે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સમક્ષ તમામ બાબતોનું વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું અને તેમને આ અંગે માહિતગાર કર્યા હતા. પંકજ કુમારે અહીં આ બેઠકમાં જ જણાવ્યું કે હજુ પણ જિલ્લા તંત્રો ખડેપગે જ છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ સ્થિતિ ગંભીર નથી. મહા ચક્રવાત હવે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાવાનું નથી પણ તે દીવ પાસેથી જ પસાર થઇને દૂર ફંટાઇ જશે.
ફરી રડાવી રહી છે ડુંગળી, ભાવ પહોંચ્યો 100 રૂપિયા, સરકારે લીધો આ ફેંસલો
ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પડ્યો કમોસમી વરસાદ, જાણો વિગત
રાજકોટમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી T 20 , જાણો કેવું રહેશે હવામાન