Gujarat Monsoon: વરસાદને લઈને હવામાન વિભાગ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 3 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શકયતા છે. 9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વલસાડ. નવસારી. ડાંગ અને તાપીમાં વરસાદ વધુ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે.



2 થી 3 દિવસ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી છે. હાલમાં અમદાવાદમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન છે, જે વધીને 37 ડિગ્રી સુધી  પહોંચી શકે છે. વાદળછાયું વાતાવરણ હતું જે હાલ દૂર થઈ રહ્યું છે જેના કારણે તડકો સીધો પડતા તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલ વાવાઝોડાની કોઈ આગાહી નથી. અત્યાર સુધી રાજ્યમાં 778 mm વરસાદ પડ્યો છે. 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેસર એરિયા બનશે તો વરસાદનું જોર વધી શકે છે.  અમદાવાદ-ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.




આ વિસ્તારોમાં વરસાદની છે આગાહી



  • હવામાન વિભાગના અનુમાન અનુસાર 8 સપ્ટેમ્બરે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગર-બોટાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

  • 9 સપ્ટેમ્બરે તાપી-નવસારી-વલસાડ-ડાંગમાં ભારે-અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

  • 10 સપ્ટેમ્બરે નર્મદા-તાપી-નવસારી-ડાંગમાં ભારે અને અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-ભાવનગર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-પોરબંદર-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

  •  અમદાવાદમાં  11 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. 11 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.  


આજે ક્યાં ક્યાં છે વરસાદી માહોલ



  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા શહેરમાં ઝરમર ઝરમર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

  • મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટો આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


આ પણ વાંચોઃ


Parivartini Ekadashi 2022: આ એકાદશી પર કરવામાં આવે છે વામન દેવની પૂજા, આ ઉપાયથી થાય છે માતા લક્ષ્મીની કૃપા


Bangladesh PM Delhi Visit: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું કરાયું શાહી સ્વાગત, જુઓ તસવીરો


Karnataka Heavy Rain: કર્ણાટકમાં ભારે વરસાદ બન્યો મુસીબત, બેંગલુરુમાં IT કંપનીએ 225 કરોડનું નુકસાન, હુબલીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી