અમદાવાદ: ગુજરાતના કેટલાક શહેરોમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે ગરમીનું પ્રમાણ થોડું ઘટ્યું હોય તેમ લાગે છે. આ દરમિયાન હવામાન વિભાગે તાપમાનને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ત્વચાને દઝાડતી આકરી ગરમી માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. હાલ અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી પર પહોંચ્યું છે.વિજીન કુમાર, મૌસમ વિજ્ઞાની ,હવામાન વિભાગના કહેવા મુજબ ચાર-પાંચ દિવસ સુધી હવામાનમાં કોઇ ખાસ બદલાવ થવાનો નથી. ક્યાંય વરસાદની પણ શક્યતા નથી. આ પછી તાપમાનનો પારો ઉંચકાશે.
ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે. એક બાજુ ભારે તાપ તો બીજી બાજુ તાપથી બચવા માટે અલગ અલગ કમ્પનીઓ એસી પર ઓફર પણ આપી રહી છે. જેમ જેમ ગરમીનો પારો ઉંચો જતો જશે તેમ તેમ એસીના વેચાણમાં પણ વધારો થશે.
ગત સપ્તાહે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં હિટવેવની અને રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરી હતી.
Gold Rates Change: સોનાનો ભાવ ઘટીને થઈ શકે છે 40 હજાર, જાણો વિગત