Ahmedabad News:અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગના 30 સ્થાને દરોડા પડ્યાં છે. આઇટી ટીમે અનેક જાણીતા બિલ્ડર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
અમદાવાદ ઇન્કમ ટેકસ વિભાગે આજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 30 જેટલી જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં છે.ઇન્કમ ટેક્સ વિભાગે જાણીતા બિલ્ડર અને કેમિકલ ગ્રુપને ત્યા ઑપરેશન હાથ ધર્યુ છે.
આજે ઇન્કમ ટેક્સની ટીમ પોલીસ કર્મી સાથે બિલ્ડર્સ સહિતના અનેક સ્થળે સર્ચ આપરેશન માટે પહોંચી હતી. જાણીતા સ્વાતિ બિલ્ડકોન ગ્રુપ, મહેશ કેમિકલ ગ્રુપ, સહિત 30 જેટલા અલગ અલગ સ્થળો આટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોટી કરચોરીની સંભાવનાને પગલે આઇટી વિભાગે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.
અમદાવાદમાં કર ચોરી પકડવા આવકવેરા વિભાગની ટીમ 100 જેટલા પોલીસ જવાનો સાથે 30 સ્થળે સર્ચ ઓપરેશન માટે પહોંચી હતી.
આ પણ વાંચો
Canada Visa Service Suspend: ભારત સરકારે લીધો મોટો નિર્ણય, કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ કરાઇ બંધ
વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, જૂનાગઢમાં ગરબાની પ્રક્ટિસ કરતાં કરતાં યુવાન ઢળી પડ્યો
Chandrayan 3: ચંદ્ર પર ફરી થઈ સવાર! શું વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે? ઈસરોએ કરી ખાસ તૈયારી
Sukha Duneke: પંજાબના ગેંગસ્ટર સુખા દુનેકેની કેનેડામાં હત્યા, હુમલાખોરોએ 15 ગોળીઓ ચલાવી