નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી સરકાર બનાવવાની જાહેરાત કરીને શિવસેનાએ  ખુદને એનડીએથી અલગ કરી દીધી છે. પાર્ટીની આ જાહેરાત સાથે જ મોદી સરકારમાંથી શિવસેનાના મંત્રી અરવિંદ સાવંતે તેમના પરથી રાજીનામું આપી દીધું છે. શિવસેનાના આ ફેંસલા પર આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે.


આજે પટનામાં શિવસેનાના ફેંસલા પર નીતિશ કુમારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, તેઓ જાણે ભાઈ, અમારે તેનાથી શું મતબલ છે ?


મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી હતી, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી પડી હતી. શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી કાઢી હતી. જેના પરિણામે શિવસેનાએ ભાજપથી અલગ થઈ કોંગ્રેસ, એનસીપીનો ટેકો લઇ સરકાર બનાવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી હતી. શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી હતી. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી હતી. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે.

ICC T 20 રેન્કિંગમાં દિપક ચહરનો હનુમાન કૂદકો, સીધો જ પહોંચી ગયો ટોપ 50માં

વડોદરામાં યુવા હોકી પ્લેયરે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, જાણો વિગત