સુરતઃસુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા બિલ્ડર હરસુખ વેકરિયાને ગુજરાત હાઈકોર્ટે  શરતી જામીન આપ્યા હતા. આ સાથે હાઇકોર્ટે ચાર મહિનામાં વાલીઓને રૂપિયા 35 લાખનું વળતર આપવાનો  પણ હુકમ કર્યો હતો.


નોંધનીય છે કે સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા કુલ 14 આરોપીઓ પૈકી 12ને કોર્ટે જામીન આપી દીધા છે. ટ્યુશન ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા હજુ જેલમાં બંધ છે. નોંધનીય છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. નોંધનીય છે કે 24 મે વર્ષ 2019માં સુરતની તક્ષશિલામાં આગ લાગી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.


સુરતમાં પાંડેસરામાં ડબલ મર્ડરની ઘટના બની હતી.સુરતના પાંડેસરમાં બે વેપારીઓને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઇ હતી. શનિવારે રાત્રીના સમયે  ભોલા ઉર્ફે શિવશંકર સુભાષચંદ્ર જયસ્વાલ અને પ્રવીણ સોલંકી તેમના મિત્ર બંટી શુકલા સાથે ઊભા હતા ત્યારે બાઈક પણ આવેલા બે શખ્સોએ પ્રવીણ સોલંકી પર હુમલો કર્યો હતો. હત્યા કર્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. જો કે બન્ને ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ભોળાભાઈને મૃત જાહેર કરાયા હતા જ્યારે  પ્રવીણનું સારવાર દરમિયાન સવારે પાંચ વાગ્યે નિધન થયું હતું.


કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?


 


રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........


 


વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............


 


India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ