ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા 151 પોલીસ કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં ગુજરાતના 50 અધિકારીઓને પણ એવોર્ડ અપાશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને તમામ અધિકારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં બૉમ્બ બ્લાસ્ટ કેસમાં તમામ અધિકારીઓ સારી કામગીરી કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખી ટીમને બોલાઈને બેઠક કરી હતી. અધિકારીઓને કહેલું કે જો તમે આ કેસની અંતિમ કડી સુધી પહોંચી શકશો તો દેશના સૌ નાગરિકો માટે ગુજરાત પોલીસ દ્વારા અપાયેલી સૌથી મોટી ભેટ વર્ષો સુધી સાબિત થશે. પોલીસે આ મામલે ઉત્કૃષ્ઠ કામગીરી કરી અને બોમ્બ બ્લાસ્ટ કરનાર અનેક દોષિતોને ઐતિહાસિક સજા આપવામાં આવી. તેમાના ઘણા દોષીતોને ફાંસીની સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે.


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા


તિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લીધા છે. કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં ભાજપ નેતા નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જે બાદ તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે.


બાઈક સામે અચાનક આવી ગયો આખલો
અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સતાપર રોડ પર પેટ્રોલપંપ પાસે અચાનક આખલો આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બનાવમાં પુત્રને સામાન્ય ઈજાઓ થઇ હતી જયારે પિતાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. રખડતા ઢોરોને પકડવા માટે સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે પંરતુ તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે રાજ્યમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રખડતા ઢોર દ્વારા અવારનવાર સામાન્ય લોકો પર હુમલો કરવામાં આવે છે. જે અંગે અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.


આ પણ વાંચોઃ


Har Ghar Tiranga: અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ફરકાવ્યો તિરંગો, લોકોને કરી આ અપીલ


Independence Day 2022: પાણીનો બગાડ અટકાવવા અભિયાન ચલાવી રહી છે આ યુવતી, લોકોને કરે છે જાગૃત


India Corona Cases Today:  દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


IND vs ZIM ODI Series: ઝિમ્બાબ્વે રવાના થઈ ટીમ ઈન્ડિયા, BCCI એ શેર કરી તસવીરો


MS ધોનીએ બદલી ઈન્સ્ટા DP, લખી આ વાત