અમદાવાદ: જમીનધારકો અને ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજ થાંભલાઓના મુદ્દે હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. વીજ થાંભલાઓ નાખવાના કારણે પાક કે ઝાડને થયેલા નુકસાનનું જ વળતર ચૂકવવાનું રહે તેવું નથી હોતું. કોર્ટે કહ્યું કે, વીજ થાંભલાઓના કારણે જમીનની કિંમત તેમજ પાકની ઉપયોગીતા સહિત જે પણ નુકસાન થયું હોય તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર ચૂકવવા માટે વીજ કંપની જવાબદાર છે.


ટેલિગ્રાફ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના બદલે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ વળતર ચુકવણી થાય તેવી મૂળ અરજદારોની રજૂઆત હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અરજદારોની રજૂઆત સામે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરી પૂરતું વળતર નહીં ચૂકવીને લોકોને તેમના હકથી વંચિત રાખી શકાય નહીં. પૂરેપૂરું નુકસાન વળતર મેળવવા માટે દીવાની અદાલતમાં દાવો કરવાની જમીન માલિકોને સત્તા રહેશે તેવું હાઇકોર્ટે ઠેરવ્યું છે.


આણંદમાં પૂજારીએ 6 મહિના સુધી 15 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ



CRIME NEWS: આણંદના ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુષ્મેશ્વર  મહાદેવ મંદિરમાં રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતુ કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા સાથે છેલ્લાં છ મહિનાથી પૂજારી દુષ્કર્મ ગુજારતો હોવાની વાત સામે આવી છે.


આ અંગે ખંભાતના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉત્તર પ્રદેશનો પુજારી અમરનાથ વેદાંતી પુજા પાઠ કરતો હતો, ગામમા આવેલ ઈન્દ્રધુષ્મેશ્વર મહાદેવ મંદિરમાં શ્રમજીવી પરિવારની સગીરા 6 માસ અગાઉ મંદિરમા કચરા પોતાનુ કામ કરવા આવતી હતી. સગીરાને જોઇને પૂજારી અમરનાથની દાનત બગડી હતી અને સગીરાનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું.


પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા


આરોપી પુજારી અમરનાથે તેના મોબાઈલમાં જ સગીરાના બિભત્સ ફોટા પાડી લીધા હતા, જે બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. છેલ્લાં કેટલાંય સમયથી કિશોરી ગુમસુમ રહેતાં તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું હતું. જેમાં પૂજારીએ આચરેલી કામલીલાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો આણંદ સાઇબર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે પુજારી વિરુધ્ધ ગુનો નોંધી પૂજારીને કોર્ટ સમક્ષ હાજર કરી હાલ જુડીસ્યલ કસ્ટ્ડીમાં લઇ જેલ ભેગો કરાયો છે. પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂપિયા 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે.









Garba 2022 : ગુજરાત સરકારે ગરબા રસિકોને લઈને શું લીધો મોટો નિર્ણય? જાણો મોટા સમાચાર


Arvind Kejriwal Gujarat Visit: જાણો કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને શું આપી ગેરેન્ટી


Maldhari protest over : દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે, સરકારે આપી ખાતરી


Gujarat Election : નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું, કઈ પાર્ટીમાં જોડાવાની કરી દીધી જાહેરાત?


Tharad Mass Suicide : નર્મદા કેનાલમાં એક સાથે પાંચ લોકોનો આપઘાત, ત્રણ બાળકો પછી યુવક-યુવતીની લાશ પણ મળી આવી