ભાવનગર શહેરનાં કાળિયાબીડ વિસ્તારમાં સામૂહિક બળાત્કાર કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી કેદમાં રાખવાની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી અવાવરુ જગ્યામાં લઇ જઇ તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે ત્રણેય દોષિતોને મૃત્યુપર્યંન્ત કેદની સજા સંભળાવી હતી.

Continues below advertisement


આ કેસમાં પોલીસે  24 કલાકમાં ચાર્જશીટ  દાખલ કરી હતી. ભાવનગર કોર્ટે માત્ર 52 દિવસમાં જ ત્રણ આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારતી હતી. મનસુખ ભોપાભાઈ સોલંકી, સંજય છગન ભાઈ મકવાણા, મુસ્તુફા શેખ નામના ત્રણેય દોષિતોને છેલ્લા શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી છે.