Bhavnagar News: આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની મુશ્કેલી વધી છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાઈ છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતા સમાજની લાગણી દુભાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આહિર સમાજના અમિતભાઈ ડાંગર દ્વારા ઉમરાળા પોલીસ મથકમાં ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી આ સમયે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેણે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ દ્વારકાની જાહેર સભા દરમિયાન ગોપાલ ઈટાલીયાએ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના ગીતાના શ્લોક યદા યદા હી ધર્મસ્યનો સંદર્ભ ટાંકયો હતો, જે બાદ ઇટાલીયાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા હતા. ગોપાલ ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


કઈ કલમો અંતર્ગત નોંધાયો ગુનો


ઉમરાળા પોલીસ સ્ટેશન માં તારીખ 04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.




ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી અને પાટીલને બૂટલેગર કહ્યા હતા


બે દિવસ પહેલા આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ઉચ્ચાયેલા શબ્દો અંગે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ દાખલ થઈ છે. એક નિવેદમાં હર્ષ સંઘવીને ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ સંઘવી કહ્યા હતા. તેમજ ગોપાલ ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' તરીકે પણ સંબોધન કર્યું હતું. ત્યારે સોના-ચાંદીના વેપારી પ્રતાપભાઈ જીરાવાલાએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ શકે છે જાહેર ? કેટલા તબક્કામાં યોજાશે મતદાન ? જાણો વિગત


વિધાનસભાની ચૂંટણીને લઈને આજના સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે.. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. પહેલી અથવા બીજી નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે.. જેને સમગ્ર દેશમાં રાષ્ટ્રિય એક્તા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.. રાષ્ટ્રિય એક્તા દિવસના કાર્યક્રમની ઉજવણી બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બે તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત થઈ શકે છે.. જેમાં પ્રથમ તબક્કાનું મતાન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, તો બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાઈ શકે છે.. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાની વિચારણા ચાલી રહી છે.


આ પણ વાંચોઃ


IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ


Brahmastra: રિલીઝના 5 દિવસ પહેલાં આલિયા ભટ્ટે શેર કર્યો ફિલ્મના મેકિંગનો વીડિયો, રણબીર એક્શન કરતો દેખાયો