ભાવનગરઃ ભાવનગર શહેરમાં સગીરાની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સગીરાની હત્યા કોઇ અન્યએ નહી પરંતુ તેના પિતાએ જ કરી છે. નોંધનીય છે કે 10 ફેબ્રુઆરીના રોજ સગીરાના નરાધમ પિતાએ દીકરી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પાલિતાણાના વડાળ ગામ પાસે સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો.


પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મૂળ ઉત્તર પ્રદેશના નરાધમ પિતાએ જ સગી દીકરીની હત્યા કરી નાખી હતી. સગીરાને ગર્ભ રહી જતાં પિતાએ જ તેને સીમમાં લઈ જઈ ગળેફાંસો આપીને હત્યા કરી નાંખી હતી. મૃતદેહ મળી આવ્યા બાદ પિતાની કડકાઈથી પૂછપરછ કરાતાં તેણે જ હત્યા કર્યાનું કબૂલ્યું હતું.  પોલીસે આરોપી પિતાની અટકાયત કરી હતી.  દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.


સુરતમાં ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી


સુરતના પાસોદરાની દીકરી ગ્રીષ્મા વેકરિયાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારે આક્રંદ સાથે દીકરીને વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરાયા નહોતા. પિતા જ્યારે સુરત આવ્યા તો દીકરીના મૃતદેહને જોઈ ઢળી પડ્યા હતા. માતા-પિતાના આક્રંદ જોઈ ત્યાં હાજર સૌ કોઈ શોકમગ્ન થઈ ગયું હતું. ગ્રીષ્માની અંતિમયાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. રસ્તામાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી.  ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ ભારે હૃદયે બહેનના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. નોંધનીય છે કે  12 ફેબ્રુઆરીના ફેનિલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી.


 


Rohit Sharma Press Conference: રોહિત શર્માએ કોહલીના નબળા ફોર્મને લઈ કહી આ મોટી વાત, ટી-20 વર્લ્ડકપને લઈ ભારતનું શું છે પ્લાનિંગ ?


Protein In Natural Food: શું આપને શરીરમાં આ તકલીફ થઇ રહી છે, તો પ્રોટીનની છે ઉણપ, આ ફૂડથી કરો દૂર


Paytm Health ID: પેટીએમ એપ પર બનાવો હેલ્થ આઈડી અને સરકારના આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં જોડાઓ, જાણો વિગતે


Fact Check: ડિજિટલ ઈન્ડિયા યોજના અંતર્ગત ટાવર લગાવીને મહિને 25 હજારની નોકરી મેળવો, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા