BHAVNAGAR: ગુજરાતમાં વર્ષોથી પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકાર સામે હવે ખેડૂતોએ આંદોલનનું બીગુલ ફૂંક્યું છે. આરએસએસની પાંખ ગણાતા ભારતીય જનતા પક્ષની સરકાર સામે ભારતીય મજદૂર સંઘ અને ભારતીય કિસાન સંઘ વિવિધ પ્રશ્નોને લઈને મેદાનમાં આવી છે. જોકે 17 દિવસથી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળતા સરકાર દ્વારા બનાવેલી કમિટીના મંત્રી તરીકે રહેલા જીતુ વાઘાણીના ભાવનગરના નિવાસસ્થાને ખેડૂતો હલ્લા બોલ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય જેથી ખેડૂતોને ઇસ્કોન મેગાસિટીના ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા જેને લઈ ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.


17 દીવસથી જગતના તાત પોતાની માંગણીઓને લઈને વિરોધમાં બેઠા છે


ગાંધીનગર ખાતે છેલ્લા 17 દીવસથી જગતના તાત પોતાની માંગણીઓને લઈને વિરોધમાં બેઠા છે. જગતના તાત ખેડૂત સમાન વીજ દર તેમજ રી સર્વેમાં થયેલા ફેરફાર જમીન માપણીમાં થયેલા ફેરફાર સહિતની માંગણીઓને લઈને છેલ્લા 17 દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન ઉપર ઉતર્યા છે. આજ રોજ ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સીટીમાં આવેલ શિક્ષણમંત્રીના નિવાસ સ્થાને ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ ઘરણા ઉપર ઉતરી ગયા હતા અને ત્યાં રામધૂન પણ બોલાવી હતી. 


ત્રીઓના ઘરની બહાર ધરણા ઉપર ઉતરી ગયા


શિક્ષણમંત્રીના નિવાસસ્થાને રજુઆત કરવા જતાં સમયે પોલીસે તેમની અટકાવી દીધા હતા. ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા છેલ્લા 17 દિવસથી ગાંધીનગર ખાતે ધરણા કરી રહ્યા છે. સરકારે એક ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હાઈ કમિટી બનાવી હતી જેમાં 5 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય ન આવતા કંટાળીને તેઓ મંત્રીઓના ઘરની બહાર ધરણા ઉપર ઉતરી ગયા હતા.


આ પણ વાંચો..


Mehsana: અંબાજી પગપાળા ગયેલા હારિજના શ્રદ્ધાળુને અજાણ્યા વાહને ટક્કર મારતાં થયું મોત


Gujarat Closed Live Update : કોંગ્રેસના બંધને ગુજરાતમાં કેવો મળ્યો પ્રતિસાદ? જાણો કયા શહેરમાં શું છે સ્થિતિ?


Gujarat Police : પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન?


Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કરાઈ વરસાદની આગાહી