ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં પૂરી થઈ. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં જે ઝડપે ભાજપનો વિકાસ થયો છે, ભારતના રાજકારણમાં આવા ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે.


કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભાજપ બંગાળની જનતા સાથે ખડકની જેમ ઉભી છે. નડ્ડાજીએ આજે ​​આહવાન કર્યું હતું કે, બંગાળમાં આગામી સમયમાં જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે અમે બંગાળને બચાવવા, બંગાળમાં બંધારણ અને લોકશાહીની પુનઃસ્થાપના માટે લોકતાંત્રિક રીતે લડીશું. આ બેઠકમાં કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કારોબારીમાં 346 સભ્યો સામેલ હતા,આ સિવાય દરેક રાજ્યમાંથી નેતાઓએ  વચ્યુઅલી  મીટિંગમાં ભાગ લીધો હતો.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ વખતે પાર્ટીએ અનોખી પહેલ કરી છે. તમામ સહભાગીઓનું ડિજીટલ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તમામ પ્રતિનિધિઓએ તેમની ડિજિટલ હસ્તાક્ષર સાથે નોંધણી કરાવી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે,  મોદીજીના નેતૃત્વના કારણે દ  કોરોનાના મુશ્કેલ સમયમાંથી પસાર થઇને આપણે બહાર આવ્યા છીએ.  તેમના વૈશ્વિક નેતૃત્વને કારણે આજે વિશ્વના મોટા દેશો તેમની વહીવટી પહેલને આદર્શ માને છે.


દેશમાં 100 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે, કુલ વસ્તીના 30% થી વધુ લોકોએ બંને ડોઝ મેળવ્યા છે. WHO એ ભારત દ્વારા ઉત્પાદિત કોવેક્સિનને માન્યતા આપી છે. 2014માં જ્યારે અમારી સરકાર આવી ત્યારે બજેટમાં ખેડૂતો માટે માત્ર 23,000 કરોડ રૂપિયા ખર્ચવાની જોગવાઈ હતી. પરંતુ ગત વખતે નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં ખેડૂતો માટે 1 લાખ 23 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


આ પણ વાંચો


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10,853 નવા કેસ, 526 લોકોના મોત


ઇરાકના પ્રધાનમંત્રીના આવાસ પર હુમલો, સાત સુરક્ષાકર્મી ઘાયલ, હેમખેમ રહ્યાં અલ કદીમી


ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહીથી ખેડૂતો ચિતિંત, ક્યાં ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો વિગતે