Accident:બનાસકાંઠના અમીરગઢ તાલુકના આવલ ગામમાં અકસ્માતના કારણે 2 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. બાઇક સવાર પતિ –પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું.


બનાસકાંઠામાં રોડ અકસ્માતમાં પતિ પત્ની બંનેએ જીવ ગુમાવ્યો, પતિ પત્ની બંને બાઇક પર સવાર હતા અને રોડ પર બાઇક ઓવર સ્પીડના કારણે સ્લિપ થઇ ગયું. જેમાં બને પતિ પત્નીને ગંભીર ઇજા પહોંચતાં તાબડતોબ તેમને અમીરગઢ chc માં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા..  હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતા પરંતુ દુર્ભાગ્યવશ તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી જિંદગી ન બચાવી શકાય. બંને પતિ-પત્નીનું સારવાર દરિયાન  મોત નિપજ્યું છે. ઘટનાના પગલે અમીરગઢ પોલીસે પંચાનામું કરી પરિવાર ને જાણ કરી હતી. રાજસ્થાનના ઝામર ગામના દંપતી અમીરગઢ આવી રહ્યું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.


તો બીજી તરફ 22 ઓક્ટોબરે પાટણના સમી નજીક એક ગોજારા અકસ્માતની ઘટના સામે આવી હતી . આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા ભર્યા મોત થયા હતા. ઈક્કો વાન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પતિ પત્ની અને સામે ઈકોમાં સવાર બાળકીનું મોત નિપજ્યું હતું. બંદોબસ્તમાંથી પરત ફરતા મહિલા કોન્સ્ટેબલને અકસ્માત  નડ્યો હતી.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સમી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દેસાઈ રેખાબેન અને તેમના પતિ વિષ્ણુભાઈનું મોત નિપજ્યું છે. તો ઈક્કોમાં સવાર બાળકીનું પણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા. ત્રણ લોકોના મોતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.


આ પહેલા ખેરાલુના દાસત પાસે બાઇક અને મીની ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત થયા હતા એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેરાટી છવાઇ ગઇ હતી. બાઇક પર  મંદિરથી પરત ફરતા હતા ત્યારે મીની ટ્રકે ટક્કર મારતા માતા –પિતા અને પુત્ર ત્રણેય કરૂણ મોત થયા છે. ત્રણેયની એક સાથે મોતથી પરિવારનો માળો વિખાય ગયો. ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. 


આ પણ વાંચો


રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ


આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી દારૂ ઝડપાયા બાદ પદ પરથી હકાલપટ્ટી


Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો


Flyover Bridge: અમદાવાદમાં 75 કરોડના ખર્ચે બનનારા વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી, આ ચાર એપ્રૉચને જોડશે