એશ્યોર્ડ બાયબેક સ્કીમ અંતર્ગત કંપની ત્રણ વર્ષ પૂરા થયા બાદ એથર 450X ઈ-સ્કૂટરને 85,000 રૂપિયામાં ચોક્કસ બાયબેક કરી ફરીથી ખરીદી લેશે. એથર એનર્જીમાં દેશની સૌથી મોટી ટૂવ્હીલર કંપની હીરો મોટોક્રોપનો 34.58 ટકા હિસ્સો છે.
એથર 450Xને જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ કોવિડ 19ને કારણે તેની ડિલિવીરમાં વિલંબ થયો. હવે આ સ્કૂટર મોડલની ડિલીવરી દિવાળી સુધી શરૂ થઈ જશે. કંપની પહેલા જ કહી ચૂકી છે કે એથર 450X બેંગલુરુ, ચેન્નઈ, હૈદ્રાબાદ, મુંબઈ, પુણે, દિલ્હી, અમદાવાદ, કોચ્ચિ, કોલકાતા અને કોયમ્બટૂર આ 10 શહેરોમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.
એથર એનર્જીએ આ યોજનાની સાથે સાથે Ather 450+ મોડલની કિંતમાં 9,000 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. હવે આ મોડેલની નવી એક્સ-શોરૂમ કિંમત રૂ.1,39,990 છે. અગાઉ આ સ્કુટરની કિંમત 1.49 લાખ રૂપિયા હતી.