નવી દિલ્હીઃ સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થયો છે, જ્યારે અન્ય શહેરોમાં પણ કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયાને વટાવી ગયું છે. મુંબઇની વાત કરીએ તો પેટ્રોલ લીટર દીઠ 94 રૂપિયાની પાર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ટૂંક સમયમાં સદીથી ફટકારી શકે છે.

પેટ્રોલના વધતા ભાવને લઈ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અજય બંસલે કહ્યું, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાનું મુખ્ય કારણ જીએસટી છે. કેન્દ્ર અને રાજ્ય બંને દ્વારા તે ઉઘરાવવામાં આવે છે. જે આશરે 70 ટકા જેટલો થાય છે. જો જીએસટીને સર્વોચ્ચ ટેક્સ સ્લેબ 28 ટકામાં રાખવામાં આવે તો પેટ્રોલની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે.



આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ચાર રૂપિયા વધારો થયો છે. દરમિયાન, વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 60 ડોલરને  વટાવી ગઈ છે, જે પાછલા વર્ષમાં સૌથી વધુ છે.

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.36 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 84.28 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 81.01 રૂપિયા અને ડીઝલનો ભાવ 83.95 રૂપિયા પ્રતિ લિટર, સુરતમાં પેટ્રોલનો ભાવ 85.23 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.18 રૂપિયા પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલનો ભાવ 85.04 રૂપિયા  અને 83.96 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે પેટ્રોલિંયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય વેપારમા ક્રૂડ ઓઇલનો ભાવ 61 ડોલરને પાર થયો હોવાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. ભાવ સર્વોચ્ય સપાટીએ હોવાનો પ્રચાર કરવો યોગ્ય નથી. હાલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો કોઈ વિચાર નથી.

IND Vs ENG: પ્રથમ ટેસ્ટમાં ભારતને ભોંય ભેગુ કરી દેનારો ઈંગ્લેન્ડનો આ ખેલાડી બીજી ટેસ્ટમાં નહીં રમે, જાણો શું છે કારણ

Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર.....

જાપાનમાં કોરોના રસીના લાખો ડોઝ બરબાદ જશે, જાણો કઈ વસ્તુ ન મળતા થશે નુકસાન