Tax on Gold Gift: દેશમાં લગ્ન, સગાઈ પ્રસંગે સોનું ગિફ્ટમાં આપવામાં આવે છે. ઘણી જગ્યાએ કોર્પોરેટ ગિફ્ટ તરીકે સોનું આપવામાં આવે છે. દેશમાં સોનાની ખરીદી ખૂબ પસંદ કરવામાં આવે છે.
સોનાની ગિફ્ટ પર લાગે છે ટેક્સ
ભારતમાં આવકવેરાના નિયમોમાં એક એવી કલમ છે કે નિશ્ચિત મર્યાદાથી વધુ સોનાની ગિફ્ટ દેવા પર ટેક્સ આપવો પડી શકે છે. તેથી સોનાની ગિફ્ટ સ્વીકારતા પહેલા આ અંગે જાણી લો તો વધારે સારું રહેશે.
ગિફ્ટમાં મળે સોનું તો આ રીતે આપવો પડશે ટેક્સ
માની લો કે તમને કોઈ મિત્ર કે સંબંધી દ્વારા સોનાના ઘરેણા ગિફ્ટમાં આપવામાં આવે છે અને તેની કિંમત 50 હજારથી વધારે હોય તો તેના પર ટેક્સ ચુકવવો પડશે. ઈન્કમ ફ્રોમ અધર સોર્સ કોલમમાં તેની નોંધ કરવાની હોય છે.
સોનાની દરેક ગિફ્ટ ટેક્સની અંદર નથી આવતી
અમે ગિફ્ટમાં મળેલા સોનાની વાત કરી રહ્યા છીએ પરંતુ તમારે જાણી લેવું જોઈએ કે સોના રૂપે મળેલી દરેક ગિફ્ટ ટેક્સ અંતર્ગત આવતી નથી. પરિવારના સભ્યો દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલું સોનું ટેક્સ ફ્રી છે. પિતા જો પુત્રીને લગ્નમાં સોનું ભેટ આપે તો તેના પર ટેક્સ આપવો પડતો નથી. બાળકોના બર્થ ડે પર ગોલ્ડ જ્વેલરી ગિફ્ટ આપવામાં આવે તો તે પણ ટેક્સ ફ્રી છે. આ પ્રકારે ગિફ્ટમાં મળતા સોનાની કોઈ લિમિટ નથી.
હેરિટેજ ગોલ્ડ ગિફ્ટ પણ હોય છે ટેક્સ ફ્રી
વારસામાં મળેલા સોના પર પણ કોઈ ટેક્સ આપવો પડતો નથી. જેમે કે મા પુત્રી-પુત્રવધુ કે તેના સંતાનોનો સોનું ભેટમાં આપે તો તેના પર ટેક્સ નથી લાગતો.