નવી દિલ્હીઃ ટાટા મોટર્સે તેની પ્રીમિયમ હેચબેક કાર Altrozના લોન્ચિંગ સાથે જ ત્રણ ફેસલિફ્ટ મોડલ પણ લોન્ચ કર્યા હતા. કંપનીએ Tata Tiago, Tigor અને Nexonના ફેસલિફ્ટ વર્ઝન BS6 કંપ્લાયંટ એન્જિન સાથે બજારમાં રજૂ કરી છે. આવો જાણીએ કેટલી છે કિંમત અને ફિચર્સ....


Tigor અને Tiago ફેસલિફ્ટના ફીચર્સ અને કિંમત

ટાટા મોટર્સે Tiago અને Tigorના ફેસલિફ્ટ વર્ઝનમાં નવિનતા આપવાની કોશિશ કરી છે. કંપનીએ તેના ફ્રંટમાં નવી ગ્રિલ અને નવું બમ્પર આપ્યું છે. આ ઉપરાંત ઈન્ટીરિયરમાં પણ ઘણો બદલાવ કરવામાં આવ્યો છે.

હવે તેમાં નવી 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેંટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કર છે. બંને મોડલ પુશ બટન સ્ટાર્ટ, સ્ટોપ ફીચરથી લેસ છે. એન્જિનની વાત કરીએ તો બંને કારમાં 1.2 લીટરનું BS6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5 સ્પીડ મેન્યુઅલ અને AMTની સાથે છે. આ એન્જિન 86 bHPનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે.

નવી ટીગોરની કિંમત 4.60 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી)થી શરૂ થાય છે. જ્યારે નવી ટીયાગોની કિંમત 5.75 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી)થી શરૂ થાય છે.

ટાટા Nexon ફેસલિફ્ટની કિંમત અને ફીચર્સ

નવી ફેસલિફ્ટ Nexonમાં આ વખતે વધારે ફેરફાર જોવા મળ્યા છે. કંપનીએ તેમાં પેહલાંની જેમ જ 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને1.5 લીટર ડીઝલ એન્જિન સામેલ કર્યા છે પરંતુ બંને BS6માં અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બંનેના એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને એએમટી ટ્રાન્સમિશનથી લેસ છે. કંપનીએ તેમાં કેટલાક કોસ્મેટિક બદલાવ પણ કર્યા છે. હવે Nexon ફેસલિફ્ટમાં નવી ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે, તેની સાથે જ પ્રોજેક્ટર હેડલેમ્પ અને એલઇડી ડીઆરએલ આપવામાં આવી છે. નવી Nexonની કિંમત 6.95 લાખ રૂપિયા (પેટ્રોલ) અને 8.45 લાખ રૂપિયા (ડીઝલ) એક્સ શો રૂમ દિલ્હી છે.
PAKનાં ઘણા ખેલાડીઓ કોહલીથી શ્રેષ્ઠ બની શકે છેઃ અબ્દુલ રઝાકની શેખી

સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો


Car loan Information:

Calculate Car Loan EMI